1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2009 (22:02 IST)

પાક.સાથેના વલણમાં બદલાવ નહી:પીએમ

પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે પાકિસ્તાન જ્યા સુધી ભારત વિરૂદ્ધ આતંકવાદી હુમલામાં પોતાની જમીનનો ઉપયોગ નહી કરવાના આશ્વાસનને પૂર્ણ ન કરે ત્યાં સુધી કોઈ સાર્થક વાતચીત થઈ શકશે નહી.

ડો. સિંહે કહ્યુ કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પ્રધાનમંત્રી યુસૂફ રઝા ગિલાનીની સાથે વાતચીતમાં તેમણે આ વાત સ્પષ્ટ રૂપે તેમને જણાવી દીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ આ બંને નેતાઓને અમે સમજાવવામાં સફળ રહ્યા છીએ કે જ્યાં સુધી તેઓ આતંકવાદીઓ સામે પગલા નહી ભરે ત્યાં સુધી તેમની સાથે ભારત વાતચીત નહી કરે.

પ્રધાનમંત્રીએ હાલમાં કરેલી વિદેશીયાત્રા પરથી જણાવ્યુ કે ભારતમાં મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે જે વલણ અપનાવ્યુ છે તેમા કોઈ જાતનો ફેરફાર આવ્યો નથી. તેમણે કહ્યુ કે પાકિસ્તાન દ્વારા તેમને આશ્વાસન મળ્યુ છે કે તેઓ આ હુમલા પાછાળ સંકળાયેલા લોકો સામે તે પગલા ભરશે અને આતંકવાદ સામે પણ કડક પગલા ભરાશે.

ડૉ.સિંઘે ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિને બંને દેશોના હિતમાં ગણાવ્યુ હતું, જેના માટે બંને દેશો વચ્ચે વાતચીત થવી જરૂરી છે. તેમજ એકબીજાની વાતો પર વિશ્વાસ રાખવાનું જણાવ્યુ હતું.