1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (12:54 IST)

બુખારીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ - યોગી આદિત્યનાથ

બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે શાહી ઈમામ અહમદ બુખારી પર નિશાન સાધતા કહ્યુ, 'બુખારીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ આંદોલનની પ્રશંસા કરતા ગોરખપુરના બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે કહ્યુ કે દેશની એકતા અને અખંડતા માટે બધા દેશવાસીઓએ એક મંચ પર આવવુ જોઈએ. 
 
પ્રધાનમંત્રીને શાહી ઈમામના કાર્યક્રમમાં ન બોલાવવાથી નારાજ યોગી આદિત્યનાથે બુખારીને દેશદ્રોહી સુધી ઓળખાવ્યા. યોગી આદિત્યનાથની સાથે જ કોંગ્રેસ અને ઉત્તરપ્રદેશ સરકાર પર પણ જોરદાર નિશાન તાક્યુ. 
 
આદિત્યનાથે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પરિવારવાદમાં ફસાઈને હંમેશાથી દેશની અખંડતા અને એકતાને ઘાયલ કરી છે. પ્રદેશ સરાકર પર વરસતા આદિત્યનાથે કહ્યુકે જે પ્રદેશ સરકારનો મુખ્યપ્રધાન બળાત્કારીઓનુ સમર્થન કરતો હોય તે પ્રદેશની પોલીસ પાસે શુ આશા રાખી શકાય છે.