1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 25 એપ્રિલ 2010 (14:59 IST)

ભાજપ મુસ્લિમો વિરુદ્ધ નથી : ગડકરી

ND
N.D
પાર્ટીથી મુસ્લિમોને જોડવાની પહેલ કરતા ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યું છે કે, તેમની પાર્ટી મુસ્લિમોંની વિરુદ્ધ નથી. દુર્ભાગ્યથી તેની એવી છબી બનાવી દેવામાં આવી છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ભાજપના મુખ્ય મુદ્દાઓમાં સમાન નાગરિક સંહિતા અને અયોધ્યામાં રામ મંદિર સહિત હિન્દુત્વના શામેલ હોવા પર તેમને કોઈ ખેદ નથી.

ગડકરીએ કહ્યું અમે મુસલમાનોની વિરુદ્ધ નથી. અમે સમ્પ્રદાય અથવા જાતિ આધારિત પાર્ટી નથી. અમે માત્ર આતંકવાદીઓની વિરુદ્ધ છીએ. અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી. ભાજપના ‘છબિ બનામ વાસ્તવિકતા’ થી ઝઝૂમવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા તેણે કહ્યું કે, સંસદ પર હુમલાના મામલામાં દોષી ઠેરાવાયે અફજલ ગુરૂને ફાંસી એટલા માટે નથી આપવામાં આવી રહી, કારણ કે, તે મુસલમાન છે.

ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઈને લોકસભામાં કપાત પ્રસ્તાવથી સંબંધી પાર્ટીની રણનીતિ વિષે વિભિન્ન પ્રશ્નોં પર ગડકરીએ પોતાના પત્તા ન ખોલ્યાં. એ પુછવા પર કે, શું પાર્ટી તત્કાલ મધ્યાવધિ ચૂંટણી માટે તૈયાર છે, ગડકરી ચૂપ રહ્યાં.

એ પુછવા પર કે, શું ભાજપ પોતાની વોટ બેન્ક વધારવા માટે મુસલમાનોને આકર્ષિત કરશે. ગડકરીએ કહ્યું સો ટકા, અમે મુસ્લિમોને સાથે લઈને ચાલીશું.

તેમણે કહ્યું કે, ભાજપ ઈચ્છે છે કે, મુસલમાન સમુદાય પાર્ટી સાથે જોડાય, આ પ્રક્રિયા ધીમી હશે પરંતુ એક આધાર પર હશે. અમે મુસલમાનોની ભૂખ, ગરીબી અને અશિક્ષાને દૂર કરવા ઈચ્છીએ છીએ.