1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: આગ્રા , સોમવાર, 17 મે 2010 (11:29 IST)

રામ મંદિર માટે પ્રતિબદ્ધ છે કલ્યાણ સિંહ

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પોતાની પ્રતિબદ્ધતાને ફરી વ્યક્ત કરી છે. કલ્યાણ સિંહે આગ્રામાં કહ્યું કે, જે પણ આગળ આવીને રામ મંદિર નિર્માણની પરિયોજનાને પૂર્ણ કરવા માટે પગલું હાથ ધરશે તે તેમનું સમર્થન કરશે.

કલ્યાણ સિંહે સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા), બન્ને પર ભષ્ટ્રાચારમાં સંડોવાયેલી હોવા અને સમાજને જાતીય આધાર પર વહેંચવાનો આરોપ લગાવ્યો.

કલ્યાણ સિહેં કહ્યું કે, જાતિ આધારિત જનગણના આવશ્યક છે કારણ કે, આ સામાજિક સીડીમાં નિચલા ક્રમ પર ઉભેલા લોકોના કલ્યાણ માટે વિશેષ પરિયોજનાઓ પર કામ કરવામાં સરકારને મદદ કરશે.

કલ્યાણ સિંહે આ વર્ષના પ્રારંભમાં જન ક્રાંતિ પાર્ટીની રચના કરી હતી. તે પાર્ટીના એક નેતાના લગ્નમાં ભાગ લેવા માટે આગ્રા આવ્યાં હતાં. કલ્યાણે કહ્યું કે, ભાજપની સ્થિતિ શરમજનક છે અને જો ઉમા ભારતી પણ પાર્ટીમાં પાછી આવે છે તો પણ કોઈ ફર્ક પડતો નથી.