રાષ્ટ્રધ્વજનું અપમાન માટે કેન્દ્ર જવાબદાર -ભાજપ

શ્રીનગર| ભાષા|

શ્રીનગરમાં લાલચોકમાં સ્વાતંત્ર્ય દિનનાં રોજ તિરંગાને ખેંચીને તેની જગ્યાએ લીલો ઝંડો ફરકાવવાની ઘટનાને ભાજપે દેશ માટે ર્દુભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. અને, તેના માટે કેન્દ્રની મુસ્લિમ તૃષ્ટિકરણને કારણભૂત છે.

ભાજપના મહાસચિવ અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે લાલચોકમાં રાષ્ટ્રીય ધ્વજને હટાવવાની ઘટનાને દેશ માટે કલંકરૂપ ગણાવ્યું હતું. જ્યારે અમરનાથ સમિતિએ 115 જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમજ મુબારકમંડી ખાતે આયોજીત સમારોહમાં 50 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.

જેટલીએ વર્તમાન સરકાર પર અલગતાવાદી સંગઠનોની માંગણીઓને પુરી કરવાનો આરોપ લગાવ્યો છે. જમ્મુમાં આંદોલનકારીઓ દ્રારા આર્થિક નાકાબંધીનાં આરોપોને જેટલીએ નકારી કાઢ્યા હતાં. અને, તેને એક અફવા ગણાવી તેને આઈએસઆઈનું કાવતરૂ ગણાવ્યું હતું.
જેટલીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા ખોલવાની અલગતાવાદીઓની માંગણી પુરી કરવામાં આવશે નહીં. જો યુપીએ સરકાર આ માંગ પુરી કરશે તો તેને આતંકવાદીઓની જીતનાં રૂપમાં જોવામાં આવશે.


આ પણ વાંચો :