1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

લોકસભાની ચૂંટણીના પડઘમ !

ફેબ્રુઆરીમાં ચૂંટણી જાહેર કરાય એવી સંભાવના

આગામી ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો એની સાથોસાથ ચૂંટણી પંચે પણ આડકતરો ઇશારો આપી દીધો છે કે લોકસભાની ચૂંટણીન જાહેરાત ફેબ્રુઆરીના અંત સુધીમાં કરી દેવાશે. મતદાર યાદીનો સુધારો 10મી ફેબ્રુઆરી સુધી કરી દેવાશે.

ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર જે રાજ્યોમાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી સમ્પન્ન થઇ છે એમને છોડીને બાકીના રાજ્યોમાં મતદાત યાદીની નવિનીકરણનું કામ મોડામાં મોડુ 10મી ફેબ્રુઆરી સુધીમાં પુરૂ થઇ જવાની આશા છે. જોકે નવી સંશોધિત મતદાર યાદી 10મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરી દેવાશે એવુ જણાઇ રહ્યું છે.

કેટલાક રાજ્યોએ આ માટે 22મી જાન્યુઆરી સુધી સમય આપવા માટે અનુરોધ કર્યો છે. સુત્રોના અનુસાર દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ તથા જમ્મુ કાશ્મીરમાં મતદાર યાદીના નવિનીકરણની સમય મર્યાદા 1લી જાન્યુઆરી નિયત કરાઇ છે.

સુત્રોના અનુસાર મુખ્ય ચૂંટણી કમિશ્નર એન ગોપાલસ્વામીએ ગત 16થી 18 ડિસેમ્બર વચ્ચે ત્રણ દિવસ સુધી રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ તથા ચૂંટણી દરમિયાનની સુરક્ષા સ્થિતિ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને ચર્ચા કરી હતી.

ઉલ્લેખનિય છે કે, 2004માં લોકસભા ચૂંટણી ચાર તબક્કામાં 20 એપ્રિલથી 10મી મે દરમિયાન કરવામાં આવી હતી. આ વખતે પણ ચૂંટણી ચાર તબક્કામાં કરાય એવી સંભાવના છે.