પતંજલિનુ એક વર્ષનુ ટર્નઓવર 5000 કરોડ રૂપિયા, જાણો પતંજલિની વિશેષ વાતો..

patanjali
Last Updated: સોમવાર, 20 જૂન 2016 (14:10 IST)
યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનુ વર્ષ 2015-16નું કરોડ રૂપિયા થઈ ગયુ છે. કંપનીએ આવતા વર્ષ માટે 10 હજાર કરોડનુ લક્ષ્ય મુક્યુ છે. બાબા રામદેવે મંગળવારે દિલ્હીમાં એક પ્રેસ કૉંન્ફ્રેંસમાં કંપનીના નવા આંકડા રજુ કર્યા.

રામદેવે કહ્યુ, "પતંજલિએ સેવા અને સિદ્ધાંતનો ખ્યાલ રકહ્યો છે.
અમારા ઉત્પાદોથી ખેડૂતોને સમૃદ્ધિ વધી. ઓછી કિમંતમાં વિશ્વ સ્તરીય ગુણવત્તા અને એક લાખથી વધુ લોકોને રોજગાર આપ્યો.
અમે નવુ બજાર ઉભુ કર્યુ. અમારા બ્રાંડની જાહેરાતોમાં અશ્લીલતા,સપના અને ગ્લેમર નથી હોતા."

રામદેવે દાવો કર્યો કે દેશી બ્રાંડે વિદેશી બ્રાંડોના બાર વગાડ્યા છે. તેમણે કહ્યુ કે ત્રણ કંપનીઓનુ ટૂંક સમયમાં જ શીર્ષાસન થઈ જશે. રામદેવ બોલ્યા, 'આગામી થોડા વર્ષોમાં પતંજલિના પ્રોડક્ટસની આગળ nestleના પક્ષી ઉડી જશે, colgateનો ગેટ બંધ થઈ જશે.'

આ છે બ્રાંડ પતંજલિ સાથે જોડાયેલ વિશેષ વાતો..

- વર્ષ 2015-16નું ટર્નઓવર - 5000 કરોડ, કંપની ઈંટરનેશનલ બ્રાંડસ્ને ટક્કર આપી રહી છે.
- વર્ષ 2016-17 માટે 10000 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય
- 1 માર્ચ 2012માં ઓપન માર્કેટમાં આવેલ કંપનીએ 4 વર્ષમાં 1100 ટકાની ગ્રોથ મેળવી.
- 2011-12માં કંપનીનુ ટર્નઓવર 446 કરોડ રૂપિયા હતુ.
- પતંજલિની પાસે વર્તમાન સમયમાં 40000 ડ્રિસ્ટીબ્યૂટર 10000 સ્ટોર અને 100 મેગા સ્ટોર અને રીટેલ સ્ટોર છે.
- પતંજલિ 100 કરોડ રૂપિયાથી વધુ યોગના રિસર્ચ પર ખર્ચ કરે છે.
- 500 કરોડ રૂપિયા ગાયોની સેવા અને વૈદિક અને આધુનિક શિક્ષા માટે
- ગાયના ઘીનુ નવુ બજાર ઉભુ કર્યુ, ટર્ન ઓવર 1308 કરોડનુ થયુ.
- દંતક્રાંતિનુ ઉત્પાદ 425 કરોડ રૂપિયાનું
- કેશક્રાંતિનો વેપાર 325 કરોડ રૂપિયાનુ.


આ પણ વાંચો :