1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ઈંદોર. , શનિવાર, 8 ઑક્ટોબર 2016 (16:09 IST)

સાસુ-સસરાને વશમાં કરવા વહુ ચા માં મૂત્ર મિક્સ કરીને પીવડાવતી હતી

સાસરિયા પક્ષને વશમાં કરવા માટે વહુએ સાસુ-સસરાને ચા માં મૂત્ર પીવડાવવા ઉપરાંત પતિને એવુ કહીને પોતાના પગ દબાવવાનુ કહેતી કે તેની અંદર દેવી શક્તિ છે.  તેનો પતિ એટલો અંધવિશ્વાસી બની ગયો હતો કે તે વહુના કહેવાથી વાસણ કપડા ધોવા સહિતના અનેક કામ કરતો હતો.  જ્યારે પોલ ખુલી તો વહુ બોલી કે બધા ટોટકા તે પિયરથી સીખીને આવી હતી. 

મામલો કોર્ટમાં પહોંચ્યો તો આ આરોપોના તપાસનો આદેશ થયો. મહિલા અને બાળ વિકાસ અધિકારીએ તપાસ રજુ કરતા આરોપોને યોગ્ય બતાવ્યા. કોર્ટે સોમવારે વહુ અને તેની સાથ આવનારા તેના ભાઈ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ધારા 12 માં કેસ નોંધી લીધો.  
 
જીલ્લા કોર્ટની ન્યાયાધીશ રેખા આર. ચદ્રવંશીની કોર્ટમાં શ્યામ નગર સ્થિત રાધિકા નગર નિવાસી સૂરજબાઈ(55)એ વહુ નેહા વિરુદ્ધ વકીલ કૃષ્ણ કુમાર કુન્હારે અને વકીલ કાશૂ મહંતના માધ્યમથી પરિવાર કોર્ટમાં કેસ નોંધ્યો હતો. તેમા કહેવામાં આવ્યુ હતુ કે 31 વર્ષીય પુત્ર દીપક નાગવંશીનો વિવાહ પંચમની ફેલમાં રહેનારા નેહા બહલ સાથે થયો હતો. 
 
થોડાક જ દિવસ પછી તે પિયર જતી રહી. હાથ પગ જોડતા તે ચાર વર્ષ પછી પરત ફરી. 2011માં તેણે પુત્રને જન્મ આપ્યો તો કામ કરવાથી બચવા લાગી. તે પોતાના શરીરમાં દેવી શક્તિ આવવાને વાત કહેતી. આ ઢોંગ કરતા તેણે પુત્ર દીપક પાસેથી પગ દબાવવાના શરૂ કર્યા.  કપડા વાસણ અને સાથે કચરા-પોતુ કરાવતી હતી. સાસુ સસરાએ વાંધો ઉઠાવ્યો તો તે પિયર જતી રહી. મે 2014માં તે પરત ફરી તો તેણે ટોટકા કરવા શરૂ કર્યા. તેનાથી સાસુ-સસરાની તબિયત એટલી બગડી ગઈ કે તે બોલી પણ શકતા નહોતા. 
 
ડોક્ટરે કર્યો બીમારીનો ખુલાસો 
 
સાસુ-સસરા હોસ્પિટલ ગયા તો ડોક્ટરે સ્પષ્ટ કર્યુ કે કોઈ ખાવા-પીવાની વસ્તુમાં તરલ પદાર્થ મેળવીને આપવામાં આવી રહ્યો છે જેનાથી સમસ્ય વધી રહી છે. એક દિવસ સાસુએ વહુના બેડરૂમમાં પીળા પાણીથી ભરેલી કાંચની બોટલ જોઈએ. આ બોટલ સાંજે ભરેલી દેખાતી અને સવારે કિચનમાં ખાલી મળતી.  સાસુએ ચુપચાપ જોયુ તો જાણ થઈ કે વહુ તેમની ચા માં મૂત્ર મિક્સ કરતી હતી. જ્યારે તેને રંગે હાથે પકડી તો તે બોલી તમે મારી બધી વાત માનો તેથી હુ પિયરમાંથી ટોટકા સીખીને આવી છુ.  આ વાત વધતી એ પહેલા એ પોતાનો સામાન લઈને ભાગી ગઈ. તેમા તેના ભાઈ સત્યમ બહલનો પણ હાથ હતો.  સત્યમ ક્રાઈમ બ્રાચમાં નોકરી કરે છે.