1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :પુણે , બુધવાર, 30 જુલાઈ 2014 (15:08 IST)

પુણેમાં ભારે વરસાદથી જમીન ઢસળતા 150 લોકો દબાયા, 10 લોકોના મોત

.શહેરથી 80 કિલોમીટર દૂર જમીન ઢસળવાથી બુધવારે એક આખુ ગામ દબાય જવાના સમાચાર છે. શરૂઆતી માહિતી મુજબ સતત બે દિવસથી થઈ રહેલ જોરદાર વરસાદને કારણે આ દુર્ઘટના થઈ છે. 10 લોકોના મોતની ચોખવટ થઈ ચુકી છે. રાજ્યના સીએમ પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યુ કે ઓછામાં ઓછા 44 ઘરોના દબાય જવાની આશંકા છે ઘરમાં 160થી વધુ લોકોના ફસાવવાની આશંકા છે. મરનારાઓની સંખ્યા અને વધુ વધવાની આશંકા છે.  
 
ઘટના આંબેગામ જીલ્લાના ભીમાશંકર વિસ્તારના માલીન ગામમાં થઈ. એવુ કહેવાય રહ્યુ છે કે આ પુણેથી બીજેપી સાંસદ અનિલ શિરોલેનુ પૈતૃક ગામ છે. એનડીઆરએફની 2 ટીમ ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. આ ઉપરાંત એમ્બૂલેંચ અને જેસીબી મશીનોને ઘટનાસ્થળ માટે રવાના કરી દીધા છે. મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ઘટનાની માહિતી લઈ રહ્યા છે.  

 
મોસમ રહેશે ખરાબ 
 
બે દિવસ પહેલા બંગાળની ખાડીમાં બનેલ 'ઓછા દબાવના ક્ષેત્ર' એ પોતાની અસર બતાવવી શરૂ કરી દીધી છે. ઓડિશાના કેટલાક વિસ્તારોને જળમગ્ન કરતા આ ક્ષેત્ર આજે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી આવી પહોંચ્યા છે. જેને કારણે બુધવારે આ વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના લોકોને સતર્ક રહેવા માટે કહ્યુ છે. પુણે મોસમ વિભાગનુ અનુમાન છે કે આગામી 24 કલાકમાં મુંબઈ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના લોકો સાથે સતર્ક રહેવાનુ કહ્યુ છે. પુણે મોસમ વિભાગનુ અનુમાન છે કે આગામી 24 કલાકમાં મુંબઈ કોંકન અને પશ્ચિમ મહરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. બીજી બાજુ મુંબઈની આજુબાજુ મંગળવારથી જ ચાલી રહેલ વરસાદ બુધવારે ખૂબ ઝડપી બની ગયો.