1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (10:36 IST)

મહારાષ્ટ્ર - 25 વર્ષ જુનુ ભાજપા-શિવસેના ગઠબંધન તૂટી શકે છે

. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે સીટોને લઈને તણાવ વધતો જઈ રહ્યો છે. બંને પાર્ટીયો વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીમાં સીટોને લઈને અત્યાર સુધી કોઈ સહમતી નથી બની શકી. બંને પાર્ટીયો વચ્ચે સીટોને અલીને વધતુ અંતર સ્પષ્ટ દેખાય રહ્યુ  છે. જેને જોતા લાગે છે કે મહારાષ્ટ્રમાં 25 વર્ષોથી ચાલતી આવી રહેલ શિવસેના-ભાજપા ગઠબંધ હવે તૂટવાના કગાર પર છે જો આવુ કશુ થાય છે તો આ મહારાષ્ટ્રની રાજનીતિ માટે ખૂબ મોટી ઘટના રહેશે. 
 
બીજી બાજુ સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યુ છે કે શિવસેના પ્રમુખ ઉદ્દવ ઠાકરે પોતાના કાર્યકર્તાઓને બધી સીટો પર ચૂંટણી લડવા માટે તૈયાર રહેવાનુ કહ્યુ છે. ગઈકાલે કહેવામાં આવ્યુ હતુ કે મહાગઠબંહનના સહયોગીઓએ જીતનુ સપનુ જોવુ જોઈ. આ માટે બધા દળોને વધુ સીટો મેળવવાની ઈચ્છાને ત્યાગી દેવી જોઈએ. આ કહેવુ છે કે જ્યારે અમને ઘણી બધી સીટો મળશે તો જ ગઠબંધનમાં રહીશુ એ યોગ્ય નથી.  
 
મુખ્યમંત્રી પદને લઈને પણ છે વિવાદ 
 
મહારાષ્ટ્રમાં ભાજપા અને શિવસેના વચ્ચે ફક્ત સીટોને લઈને વિવાદ નથી પણ મુખ્યમંત્રી પદને લઈને પણ ખાસો વિવાદ છે. ભાજપા જ્યા મુખ્યમંત્રી પદ પર પોતાની દાવેદારી બતાવી રહ્યુ છે તો બીજી બાજુ શિવસેના પ્રમુખ આ પદને લઈને સમજૂતીના મૂડમાં નથી. 
 
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે તેઓ મુખ્યમંત્રી પદ માટે યોગ્ય છે અને જો જવાબદારી મળશે તો તેના ભાગશે નહી. તેમણે ઈંટૅરવ્યુમાં કહ્યુ હતુ કે હુ સપનુ નથી જોતો  પણ મારી જવાબદારીથી ભાગતો પણ નથી. તેમણે કહ્યુ કે જો તેમને તક મળશે તો તે મહારાષ્ટ્રની તસ્વીર બદલી નાખશે. ઉદ્ધવના આ નિવેદન પછી મહારાષ્ટ્ર રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. 
 
15 ઓક્ટોબરના રોજ થશે ચૂંટણી 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી 15 ઓક્ટોબરના રોજ થવાની છે. મહારાષ્ટ્રના 288 સીટો પર ભાજપા અને શિવસેના બંને વધુથી વધુ સીટો પર ચૂંટણી લડવા માંગે છે. શિવસેના 150 સીટોની નીચે વાત કરવા તૈયાર નથી દેખાતી તો બીજી બાજુ મોદી લહેરમાં સવાર ભાજપા પણ પોતાના પક્ષમાં વધુ સીટોની દાવેદારી કરવામાં લાગી છે.