શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બંઠિંડા. , સોમવાર, 5 ડિસેમ્બર 2016 (13:04 IST)

પંજાબમા નશામા ઘૂત વ્યક્તિએ મંચ પર જ ડાંસરને ગોળી મારી

પંજાબના બઠિંડામાં એક નશામાં ધૂત એક વ્યક્તિને નાચવાની અનુમતિ ન આપવા પર તેને 22 વર્ષીય એક ડાંસને રોળી મારી દીધી જેનથી તેનુ મોત થઈ ગયુ. 
આ ઘટના ગઈકાલે રાત્રે અહી મોરમાં એક સ્થાનીય કમીશન એજંટના પુત્રના લગ્ન સમારંભમાં બની. અહી કુલવિંદર કૌર પોતાની મંડળી સાથે મંચ પર નૃત્ય કાર્યક્રમ રજુ કરી હતી.  વરરાજાના મિત્રો કથિત રૂપે દારૂના નશામાં હતા અને હવાઈ ફાયરિંગ કરી રહ્યા હતા અને મંચ પર આવીને નાચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. 
 
વરરાજાના મિત્રોમાંથી એક બિલ્લાએ કથિત રૂપે પોતાની 12 બોરની બંદૂકથી ગોળી ચલાવી દીધી અને ગોળી કલવિંદરના માથામાં વાગી. ઘટનાના વીડિયો ફુટેજ પરથી જાણ થાય છે કે કુલવિંદરને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી અને તે ત્યા જ ઢળી પડી. 
 
બઠિંડાના ડીએસપી(મોર) દવિંદર સિંહે કહ્યુ, 'કુલવિંદરે હોસ્પિટલ લઈ જતી વખતે જ દમ તોડી નાખ્યો' બિલ્લા સહિત ચાર લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. ચારેય આરોપી ફરાર છે. બીજી બાજુ કુલવિંદરના પતિ હરવિંદર સિંહે જણાવ્યુ કે મારી પત્ની ગર્ભવતી હતી. 
 
લગ્નના સમારંભમાં જ્યારે તે બે અન્ય યુવતીઓ સાથે પંજાબી ગીત પર ડાંસ કરી રહી હતી ત્યારે વરરાજાના ભાઈના બે અન્ય લોકો સાથે ઝગડો થઈ ગયો હતો. પરસ્પર દુશ્મનીએ મારી પત્નીનો જીવ લીધો.