1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Patanjali ghee samples taken for testing

બાબા રામદેવની પતંજલિ એક વાર ફરી વિવાદોમાં

પતંજલિ
યોગગુરૂ રામદેવના પતંજલિ બ્રાંડના ગાયના ઘીની તપાસ કરવામાં આવશે. માહિતગારો મુજબ હરીદ્વારમાં કેટલાક લોકોએ ઘી ના ડબ્બામાં ફંગસની ફરિયાદ કરી હતી. આ દરમિયાન ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ પતંજલિ ઘી ના સંપલ લીધા છે. સૈપલને તપાસ માટે રુદ્રપુર ખાતે લૈબને મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ 15 દિવસની અંદર આવવાની આશા છે. 
 
રામદેવના સહયોગી બાલકૃષ્ણ આ આરોપોને નિરાધાર બતાવે છે. તેમણે કહ્યુ કે તેઓ જે ઘી બનાવે છે તેને યોગ્ય તાપમાન પર ગરમ કર્યા પછી પેક કરવામાં આવે છે. તેથી તેમાં ફંફુદ લાગવાનો તો સવાલ જ નથી ઉભો થતો. આ નિરાધાર આરોપ પતંજલિની છબિને ખરાબ કરવા માટે લગાવવામાં આવ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રામદેવની પતંજલિ નૂડલ્સ પર વિવાદ ઉભો થઈ ગયો હતો અને તેના સૈંપલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પણ રિપોર્ટ હજુ સુધી આવી નથી.