1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: રાયપુર , સોમવાર, 18 નવેમ્બર 2013 (14:55 IST)

નરેન્દ્ર મોદી અને આરએસએસના ડઝનથી વધુ અધિકારી આતંકીઓના નિશાના પર

P.R
પોલિસની પકડમાં આવેલા આતંકવાદીઓએ ખુલાસો કર્યો છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આતંકીઓના નિશાના પર છે. આ સિવાય આરએસએસના ડઝનથી વધારે પદાધિકારી પણ તેમના નિશાના પર છે. રાયપુરના પોલિસ અધિકારી ઓપી પોલે કહ્યું કે પોલિસની ટીમે પકડેલા આતંકીઓ સાથે પૂછપરછ કરી રહી છે. આતંકી મોટી ઘટનાને અંજામ આપવાના વિચારમાં હતા. ચારેયને પોલિસે રિમાન્ડ પર મોકલી દીધા છે. આતંકિઓથી મળેલ દસ્તાવેજમાં બાબરી મસ્જિદ ધ્વંશ સાથે સંકળાયેલા નેતાઓની યાદી છે. તેમના નામ અને ફોટોનો એક ગ્રાફિક્સ બનાવાયો છે, જેની પર બંદૂકના નિશાન બનેલા છે. પોલિસ આનાથી જ અંદાજ લગાવી રહી છે કે બધા જ નેતા આંતકિઓના નિશાના પર છે. આ જ કારણ છે કે વિધાનસભા ચૂંટણી પ્રચાર સભામાં પકડવામાં આવેલા આતંકી કોઈક મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. પોલિસે આ કેસમાં હજી બીજી પૂછપરછ કરી રહી છે.

રાજધાનીમાં પકડવામાં આવેલા સિમીના બે આતંકી ઉમેર સિદ્દીકી અને અબ્દુલ વાહિદ અને ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી અઝીઝુલ્લાહની પાસેથી ખાસ્સા મહત્વપૂર્ણ દસ્તાવેજ પ્રાપ્ત થયા છે. જેમાં એક દસ્તાવેજ અરબીમાં લખાયેલો છે. જેમાં એક ગ્રાફિક્સ બનાવામાં આવ્યું છે. ગ્રાફિક્સમાં નરેન્દ્ર મોદી, આરએસએસના પદાધિકારી અને બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં જોડાયેલા ભાજપના નેતાઓના નામ અને ફોટો છે. નેતાઓની ફોટો પર બંધૂકનું નિશાન બનાવવામાં આવેલું છે. એવામાં પોલિસ અનુમાન લગાવી રહી છે કે આ બધા જ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા.

પટનામાં થયેલા વિસ્ફોટ પછીથી પટના અને રાંચીમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનાના સંદિગ્ધ જગ્યાઓ પર રેડ પાડીને કાર્યવાહી કરી. આ દરમ્યાન જ એવી ખબર પડી કે વિસ્ફોટ કરનાર આતંકવાદી સંગઠનની લિંક રાયપુરના રાજા તળાવ સ્થિત ઉમેર સિદ્દીકી સાથે છે. ત્યારબાદ ઉમેક અને તેના સાથિઓને પકડવામાં આવ્યા