વડાપ્રધાને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
વડાપ્રધાન મનમોહનસિંહે રવિવારે કારગિલ યુદ્ધના શહીદોને આ યુદ્ધના વિજયની દસમી વર્ષગાઠના પ્રસંગે શ્રદ્ધાંજલિ આપી. અમર જવાન જ્યોતિ પર આગંતુક પુસ્તકમાં વડાપ્રધાને લખ્યું કે, કારગિલ યુદ્ધના શહીદોને હૂ મારા દેશ સાથે મળીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી રહ્યો છું. ભારતની એકત્ર અને સંપ્રભુતાની સુરક્ષા માટે તેમણે પોતાના જીવનને બલિદાન કરી દીધું. તેમણે લખ્યું છે કે, દેશના આ શહીદ અધિકારીઓ અને જવાનોને સાચી શ્રદ્ધાંજલિ અમે ત્યારે આપી શકીએ છીએ જ્યારે અમે રાષ્ટ્ર નિર્માણ અને અમારા દેશની સુરક્ષા તથા સંપ્રભુતાની સુરક્ષા માટે સ્વયને સમર્પિત કરીએ. યુપીએ શાસનના છેલ્લા પાંચ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ મૌકો છે જ્યારે રાજનીતિક નેતૃત્વએ કારગિલ યુદ્ધ દિવસ સમારોહમાં ભાગ લીધો છે.