1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , સોમવાર, 13 જુલાઈ 2009 (20:13 IST)

અધ્યક્ષને હટાવવા કોંગ્રેસની માંગ !

ગુજરાત વિધાનસભામાં લઠ્ઠાકાંડની પ્રણાલિકા અનુસાર ચર્ચા નહીં કરવા દેવાના મામલે તેમજ અધ્યક્ષના કથિત પક્ષપાતીભર્યા વલણના વિરોધમાં કોંગ્રેસ અને એનસીપીએ વિધાનસભાના નિયમોના નિયમ 103 મુજબ નોટિસ રજૂ કરીને અધ્યક્ષ અશોક ભટ્ટને હટાવવાની માગણી કરી છે.

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શકિતસહ ગોહિલે પત્રકારોને જણાવ્યું હતું કે શુક્રવારે વિધાનસભાના પરિસરની નજીક કાગ્રેસના ધારાસભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં અમે અધ્યક્ષને ફરિયાદ કરી હતી પણ તહોમતદારો પાસેથી પુરાવા મેળવી તથા ફરિયાદીને સાંભળવાની તક આપ્યા વિના અધ્યક્ષે રૂલગ આપ્યું છે એટલે અમે નાછુટકે અધ્યક્ષને દૂર કરવાની નોટિસ આપી છે.

ગૃહમાં ગૃહરાજય પ્રધાને 44 હેઠળનું નિવેદન કર્યું હતું એ લઠ્ઠાકાંડના તહોમતદારોને છાવરવા માટેનું હતું. ભૂતકાળના લઠ્ઠાકાંડમાં જેટલા લોકો નથી મર્યા એટલા આ વાઈબ્રાન્ટ લઠ્ઠાકાંડમાં લોકો મર્યા છે. 1989માં લઠ્ઠાકાંડ સર્જાયો ત્યારે અશોક ભટ્ટ વિપક્ષની પાટલી પર હતા અને તત્કાલીન અધ્યક્ષે જે અવતરણો ટાંકયા હતા એટલું જ કરાવી આપો. અશોક ભટ્ટે તત્કાલીન સમયે જે માગણીઓ કરી હતી એ કરી બતાવે અમે વિરોધ પરત ખેંચવા તૈયાર છીએ.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની માગણી ગૃહમાં બે કલાકની ચર્ચા આપવાની છે. સ્પીકરને રિમુવર કરી શકાય. 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે એ નિયમ પ્રમાણે કાગ્રેસના શકિતસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને અર્જૂન મોઢવાડિયા અને એનસીપીના જયંત પટેલે સંયુકત નોટિસ પાઠવી છે.

ગૃહમાં સરકાર અને વિપક્ષ વચ્ચે પડેલી મડાગાંઠ ઊકેલવાનો અધ્યક્ષે પ્રયાસ કર્યો નથી. અમે અમારી લડત ચાલુ રાખીશું. આવતીકાલે 12 વાગ્યે શું કરવું એની રણનીતિ ઘડી કાઢીશું. રાજયપાલને પણ રજુઆત કરી છે. 356નું પગથીયું સરકાર પુરૂ પાડી રહી છે. વિપક્ષના નેતા શકિતસહ ગોહિલે અધ્યક્ષ અશોક ભટ્ટને પત્ર લખીને ‘કયા સંજોગોમાં અધ્યક્ષને હટાવવાની નોટિસ આપવી પડી’ તેની માહિતી આપી છે.