1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

કલામ અને પચૌરીએ કર્યુ મોદીના પુસ્તકનુ વિમોચન

P.R

પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ અને 'ધ એનર્જી એંડ રિસોર્સજ ઈંસ્ટીટ્યુટ'ના મહાનિદેશક આર કે પચૌરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તરફથી જળવાયુ પરિવર્તન પર લખવામાં આવેલ પુસ્તકનુ વિમોચન કર્યુ.

મોદીના આ પુસ્તકનુ નામ 'કનવિનિએંટ એક્શન - ગુજરાત રિસ્પોંસ ટૂ ચેલેંજ ઓફ ક્લાઈમેટ ચેંજ' છે. ભારતના પ્રથમ અને અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોર પછી મોદી બીજા એવા રાજનેતા બની ગયા છે, જેમણે જળવાયુ પરિવર્તન પર પુસ્તક લખ્યુ છે.

આ સમારંભમાં મોદીએ કહ્યુ 'મારુ હંમેશા એવુ માનવુ રહ્યુ છે કે પ્રકૃતિ અને માનવ એકબીજાના પૂરક છે. આપણા વેદોમાં પણ કહેવામાં આવ્યુ છે કે પ્રકૃતિ જો માતા છે તો મનુષ્ય તેનો પુત્ર છે.'

240 પુષ્ઠોનુ આ પુસ્તકની કિમંત રૂ. 495 થી 595ની આસપાસ રાખવામાં આવશે. આ પુસ્તકે પ્રકાશિત થતા પહેલા જ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ પુસ્તકનુ સંસ્કરણ 20,000 પ્રતિઓ રાખવામાં આવ્યુ હતુ,જ્યારે તેની સામે કંપની પાસે લગભગ 40,000 કોપીનો ઓર્ડર આવી ચૂક્યો છે.