1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (16:39 IST)

ગાંઘીનગરની એપોલોમાં 12 પાકિસ્તાની ડોક્ટરો કામ કરે છે, પોલીસ તપાસ શરૂ

ગાંધીનગર નજીક સ્થિત એપોલો હોસ્પિટલમાં સારવાર માટે આવેલી યુવતી પર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપી ડોક્ટર અને વોર્ડબોયની પોલીસે ધરપકડ કરી છે. આ દરમ્યાનમાં એપોલો હોસ્પિટલમાં ૧ર જેટલા ડોક્ટર પાકિસ્તાની હોવાનું થયેલી પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ પાસે માત્ર અમદાવાદમાં જ રહેવાની મંજુરી હોવા છતાં તેઓ ગાંધીનગરની હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. એપોલો હોસ્પિટલમાં મુળ પાકિસ્તાનના નાગરીક રાજેશ ચૌહાણ  ફરજ બજાવતા ડોક્ટર છે. તેમણે રર વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરી પોલીસે તપાસ કરતાં તેઓ પાસે માત્ર અમદાવાદમાં જ રહેવાની મંજૂરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આઇસીયુ વોર્ડમાં બળાત્કારના કેસના પગલે તમામ ડોક્ટરની તપાસ કરતાં ૧૧ જેટલા ડોક્ટર પાકિસ્તાની હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે તમામ ડોક્યુમેન્ટ હોસ્પિટલના સત્તાવાળાઓ પાસેથી મંગાવી તેઓની તપાસ શરૂ કરાઇ છે. એપોલો હોસ્પિટલના સંદીપ જોશીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા બળાત્કાર કેસ અંગે જે પણ માહિતી માંગવામાં આવી રહી છે તે તમામ માહિતી અને ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા છે. જોકે ૧૧ પાકિસ્તાની ડોક્ટર હોવા અંગે તેઓએ ખૂલીને જવાબ આપ્યો નહોતો. ડોક્ટર દ્વારા ગુજારાયેલા બળાત્કારના પગલે પોલીસે ઘટનાને છુપાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સુધી વાત જવાના પગલે પોલીસે ફરિયાદ લઇ તપાસ શરૂ કરી હતી. એપોલો હોસ્પિટલ આમ તો અમદાવાદની એપોલો હોસ્પિટલ તરીકે ઓળખાય છે, પરંતુ હોસ્પિટલ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે.