1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 14 જૂન 2014 (14:31 IST)

ગાંધીનગરનું ગૌરવ

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત મમતા આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સિવિલ સર્વિસીઝમાં જોડાવવા અંગે પ્રોત્સાહિત કરવા અને તાલીમ આપવામાં આવે છે.જેમાં ૨૦૧૩-૧૪ વર્ષમાં યુપીએસસી દ્વારા યોજાયેલી સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં સંસ્થાના અનિલ રાનાવાસિયાએ ઓલ ઈન્ડિયા રેન્ક ૪૩૪ મેળવી સંસ્થાને ગૌરવ અપાવેલ છે.

અનિલ રાનાવાસિયાની આ સિદ્ધિ બદલ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલ, પ્રમુખ કનુભાઈ પટેલ, મમતા આઈએએસ સેન્ટરના સંચાલક સચિનભાઈ સોની સહિત પ્રાધ્યાપક ગણોએ આ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવેલ છે.