1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :અમદાવાદ , સોમવાર, 18 ઑગસ્ટ 2014 (17:37 IST)

ગુજરાતમાં થનારા પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી આનંદીબેનની અગ્નિપરીક્ષા

.આવતા મહિને ગુજરાતમાં થનારી પેટાચૂંટણીમાં તાજેતરના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન આનંદીબેન પટેલ માટે કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી નથી. ગુજરાતની બાકી રહેલી લોકસભા અને વિધાનસભા સીટો માટે આવતા મહિને પેટાચૂંટણી થવાની છે. હવે આવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત મુખ્યમંત્રી આનંદીબેન માટે બધી સીટો પર જીત નોંધાવવી એક મોટો પડકાર રહેશે. 
 
બીજેપી ધારાસભ્યો દ્વારા વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભાગ લીધા પછી ખાલી રહેલ કુલ નવ વિધાનસભા સીટો અને એક લોકસભા માટે 13 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટ્ણી કરાવવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે એકમાત્ર વડોદરા સીટ પ્રધાનમંત્રી મોદી દ્વારા યુપીના વારાણસી સીટ પસંદ કર્યા પછી ખાલી થઈ છે. પેટાચૂંટણીમાં સામેલ વિધાનસભા સીટોમાં આનંદ લિમખેડા(દાહોદ), દેસા (બનાસકાંઠા), મતર(ખેડા) મણિનગર(અમદાવાદ), તળાજા(ભાવનગર), તંકારા(રાજકોટ), ખંભાલિયા (જામનગર) અને મંગરોલ (જૂનાગઢ) માટે ચૂંટણી થવાની છે. 
 
તાજેતરના કેટલાક મહિનાઓમાં રાજ્યમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દાને આક્રમક રીતે ઉઠાવવામાં આવ્યો. મોદીના ગુજરાત છોડવાને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સત્તારૂઢ ભાજપાને હરાવવા મટે સંપૂર્ણ રીતે સજ્જ છે. જેના પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યુ કે આ પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી આનંદીબેનની મુખ્ય પરીક્ષા થશે કે જનત તેમના કામથી ખુશ છે કે નહી. દોષીએ કહ્યુ કે ભાજપ પ્રધાનમંત્રી મોદીના નામ પર જીત મેળવવાની કોશિશ કરી રહ્યુ છે. પણ આ વખતે સ્થાનીક મુદ્દા વધુ મહત્વપુર્ણ રહેશે.  કોંગ્રેસ ક્ષેત્રીય મુદ્દાને લઈને સરકારને પેટાચૂંટણીમાં હાર આપવાની કોશિશમાં લાગી છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2001 પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સતત શાનદાર જીત મેળવી. આવામાં રાજ્યની પ્રથમ મહિલ મુખ્યમંત્રીની આગેવાનીમાં પાર્ટી કેવુ પ્રદર્શન કરે છે એ જોવાનુ મહત્વનુ રહેશે. જો કે સત્તામાં આવતા જ આનંદીબેને મહિલા સશક્તિકરણ અને શૌચાલય બનાવવા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. પણ અન્ય મોરચા પર તેમની પરીક્ષા હજુ બાકી છે.