1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 16 ડિસેમ્બર 2008 (23:01 IST)

છઠ્ઠા પગારપંચનો અમલ થશે આનંદો!

કર્મચારીઓ સામે સરકાર ઝૂકી

છઠ્ઠા પગાર પંચનો કેન્દ્ર સરકારે અમલ કર્યા બાદ રાજ્યના લાખો કર્મચારીઓએ પણ તેના અમલ માટે આંદોલન પર ઉતર્યા હતાં. જેની સામે ઝૂકી જતા સરકારે 1 એપ્રિલ 2009થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના નાણામંત્રીના નેતૃત્વ હેઠળ છઠ્ઠા પગાર પંચના અમલ બાબતે રચાયેલી મંત્રીમંડળની સમિતિ અને રાજ્યના કર્મચારીના મહામંડળની આજે મળેલી બેઠકમાં પગાર પંચનો અમલ ૧-૧-2006થી કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની કેબિનેટમાં અધિકારિકરૂપે જાહેરાત કરવામાં આવશે.

પગાર પંચના અમલથી સરકારી તિજોરી પર બોઝ પડશે. વર્ગ 1-2 અને વર્ગ 3-4ના કર્મચારીઓ સહિત રાજ્ય સરકારના લાખો કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. કર્મચારીઓને આગામી 1-6-06થી 31-૪-૦૯ સુધીની ૩૯ મહિનાની એરિયર્સ, વધારાની રકમ દર વર્ષે 20 ટકા લેખે પાંચ વર્ષ સુધી જીપીએફમાં જમા કરાશે.જેને તેઓ પાંચ વર્ષ બાદ જ ઉપાડી શકશે.