1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 2 એપ્રિલ 2016 (17:05 IST)

જેઇઇની પરીક્ષા

ગાંધીનગર

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ તેમજ બીટેકમાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ માનવામાં
આવતી ફરજીયાત એવી જેઈઈ-મેઈનની પરીક્ષા 3 એપ્રિલે લેવામાં આવશે. આ પરીક્ષામાં બીઈ તેમજ
બીટેકમાં એડમિશન માટે પેપર-૧ની પરીક્ષા આપવાની હોય છે જ્યારે બીઈ આર્કિટેક સહિતના ઉચ્ચ
કોર્સમાં પ્રવેશ માટે પેપર-૨ની પરીક્ષા આપવાની હોય છે. પેપર-૧માં કુલ ૯૦ પ્રશ્નો પુછવામાં
આવે છે જે ધોરણ-૧૧ અને ૧૨ના ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના અભ્યાસક્રમ પર
આધારીત હોય છે. જ્યારે પેપર-૨ કુલ ૩ ભાગમાં લેવામાં આવે છે. જેમાં પ્રથમ ભાગમાં ગણિતના
ઓબ્જેક્ટિવ પ્રશ્નો, બીજા ભાગમાં એપ્ટિટટ્યુડ સ્કીલ અને ત્રીજા ભાગમાં ડ્રોઈંગ ટેસ્ટ લેવામાં
આવે છે. ત્યારે આવતીકાલે લેવામાં આવનાર જીમેઈનની પરીક્ષાની તમામ તૈયારીઓ પુર્ણ કરી
લેવામાં આવી છે.

આ પરીક્ષામાં રાજ્યભરમાંથી 60,000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી
છે. વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા ફાળવવા સહિતની તમામ કામગીરી પુર્ણ કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે  જેઈમેઈનના ૬૦ ટકા તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાન
પ્રવાહમાં મેળવાલ માર્કના ૪૦ ટકાના આધારે વિદ્યાર્થીઓનુ મેરીટ બને છે. તેના આધારે જ
ઓનલાઈન કાઉન્સિલ થાય છે. કાઉન્સિલના પ્રથમ ત્રણ રાઉન્ડ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરીટી
દ્વારા યોજવામાં આવે છે. જ્યારે સ્પેશિયલ રાઉન્ડ માટે સેન્ટ્રલ એલોગેશન બોર્ડ દ્વારા કરવામાં
આવે છે. નોંધપાત્ર છે કે, આ વખતે  જેઈઈની પરીક્ષા પહેલા હોલટિકિટોને લઈને છેલ્લા સમય સુધી
અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાના આગલા દિવસ સુધી હોલ
ટિકિટ ન મળતા છેલ્લા સમયે તેમને દોડધામ કરવી પડી હતી. જોકે, વહિવટી તંત્ર દ્વારા
તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા