1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 18 મે 2016 (15:25 IST)

જેએનયુની વીડીયો સાચી હતી.એફએસએલ ગાંધીનગર,

દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં ૯ ફેબ્રુઆરીના રોજ લગાવવામાં આવેલ દેશવિરોધી નારાના
ચાર વીડિયો ફોરેન્સિક લેબમાં તપાસ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબમાં લાવવામાં
આવ્યા હતા. તપાસ બાદ આ વીડિયો સાચા હોવાનુ સામે આવ્યુ છે. જેની સાથે જ એ સ્પષ્ટ થઈ ગયુ
છે કે, ૯ ફેબ્રુઆરીના રોજ જેએનયુમાં દેશવિરોધી નારેબાજી થઈ હતી. ગાંધીનગર ફોરેન્સિક લેબે
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને પોતાનો રિપોર્ટ સુપ્રત કરી દીધો છે. આ અંતિમ રિપોર્ટમાં
જેએનયુમાં શુટ કરાયેલ ચારેય વીડિયો સાચા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. સુત્રોના
જણાવ્યા મુજબ, દેશવિરોધી નારેબાજીના આ વીડિયો પોલીસકર્મીઓને વિદ્યાર્થીઓ પાસેથી મળ્યા
હતા.
 

હવે આ વીડિયોમાં દેખાતા જે તે વ્યક્તિઓની ઓળખ કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ
ધરવામાં આવશે. તેમજ જે તે વ્યક્તિઓને પોલીસ પુછપરછ માટે પણ બોલાવી શકે છે. આ અગાઉ દિલ્હી
સરકાર દ્વારા હૈદરાબાદની એક લેબમાં સાત વીડિયો મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ
વીડિયોમાં એડિટીંગ કરાયુ હોવાનો ખુલાસો થયો હતો. જ્યારે બાકીના ચાર વીડિયો તપાસ
માટે ગાંધીનગર સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યા હતા.  જેનો રિપોર્ટ સામે આવ્યો છે. જોકે,
ન્યુઝ ચેનલો દ્વારા આપવામાં આવેલ વીડિયો ફુટેજનો રિપોર્ટ હજી સુધી સામે આવ્યો નથી.
સુત્રોના દાવા મુજબ આ રિપોર્ટના આધારે હવે આરોપીઓ પર સકંજો વધુ મજબુત થશે અને આરોપીઓને
સજા અપાવવામાં આ વીડિયો મહત્વનો સાબિત થઈ શકે છે.