1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2016 (17:21 IST)

તહેવાર તાકડે જ રાજકોટ જૂનાગઢમાં ભૂકંપના આંચકા, 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

જુનાગઢ અને રાજોકટ જિલ્લાના ગોંડલ, જેતપુર, વિરપુર, ધોરાજી, ઉપલેટામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે બપોરે 12.29 વાગ્યે 3.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જૂનાગઢ સહીત આસપાસના વિસ્તારોમાં પણ તેના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 47 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં હાલ જન્માષ્ટમીના તહેવારોને લઇ લોકો હળવા મૂડમાં છે ત્યારે સવારે જ જૂનાગઢમાં ધરા ધ્રુજી હતી. જેના પગલે જેતપુર અને ગોંડલના અમુક વિસ્તારોમાં અસર વર્તાઇ હતી અને લોકોએ ભૂકંપના આચકાઓનો અનુભવ કર્યો હતો.