ભાજપે રાહુલ ગાંધીને ૪૪ વર્ષનો બાબો કહ્યો

સોનિયા ગાંધી વિશે કહ્યું, વાંચીને ભાષણ ન થાય ભાષણ તો દિલથી થાય.

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (11:37 IST)

P.R
સુરત મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોએ પેટ ભરીને કોંગ્રેસના નેતાઓ પર ટીપ્પણી કરી છતાં કોંગ્રેસીઓ ચૂપ રહ્યાં હતા. મહિલાઓ વાંચીને બજેટમાં ચર્ચા કરતાં હોવાની ટીપ્પણી બાદ એક પછી એક ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ટીકા શરૃ કરી દીધી હતી. પાલિકાની સામાન્ય સભામા આજે કોંગ્રેસીઓએ ભાજપના નેતાઓ વિરૃધ્ધ બોલવાનું ટાળ્યું હતું. પરંતુ કોગ્રેસના કોર્પોરેટરોએ ભાજપની મહિલા કોર્પોરેટર વાંચીને ચર્ચામાં ભાગ લેતી હોવાથી વાંચે ગુજરાત બંધ કરાવો તેવી ટકોર કરી હતી.

ત્યાર બાદ ભાજપના ડો. જગદીશ પટેલે કહ્યું હતું કે, વાંચીને બોલવાની પધ્ધતિ બંધ કરાવવી હોય તો તેની શરૃઆત દિલ્હીથી કરવી જોઈએ. પરંતુ કોણ વાંચીને ભાષણ કરે છે તેનું હું નામ નહીં લઉ તેવી વાત કરી હતી. જેની કોમેન્ટમાં શાસક પક્ષ નેતા આર.કે. લાઠીયાએ મેયર સાહેબ તમે સોનિયાં ગાંધીનુ નામ લેતા નહીં. જગદીશ પટેલે વધુમા જણાવ્યું હતું કે, ૪૩ વર્ષના બાળકની ઈમેજ બદલવા માટે કોગ્રેસ ૫૦૦ કરોડ રૃપિયા ખર્ચી રહી છે.
ત્યાર બાદ ચર્ચા માટે ઉભા થયેલા ભીમજી પટેલે કહેવતના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી યુવા નેતા નહીં મુવા નેતા છે. તેમની પરંપરાગત એવી અમેઠી લોકસભામાં હજી ખુલ્લી ગટર છે. જે પોતાના મત વિસ્તારની ગટર સુધારી શકતા ન હોય તે દેશને કેવી રીતે સુધારી શકશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પર ભાજપના કોર્પોરેટરો એક પછી એક કટાક્ષ કરતાં રહ્યાં હતા આ કટાક્ષ કોગ્રેસના નેતાઓ સાંભળતા હોવા છતાં ચૂપ રહ્યાં હતા.


આ પણ વાંચો :