1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 8 મે 2015 (15:59 IST)

મીઠું પકવતા અગરિયાઓ ચામડીના વિવિધ રોગથી પિડાય રહ્યાં છે

આઠ માસ સુધી બળબળતા રણમાં ઝુપડી બાંધી મીઠું પકવતા અગરિયાઓને રાત-દિવસ ખારા પાણી અને હવામાનમાં રહેવું પડતું હોવાથી ૯૮ ટકા અગરિયાઓ ચામડીના વિવિધ રોગથી પિડાય રહ્યાં હોવાની કાળજી કંપાવનારી હકિકત બહાર આવી છે. કેટલાક લોકોના પગમાં ચાંદા પડયા બાદ પગમાં સોજો આવતા પગ કાળો પડવા લાગે છે અને સડો પગમાં આગળ વધતા પગ કાપવાની નોબત આવે છે.

આઠ-આઠ મહિના સુધી ખારા પાણીમાં પગ ડુબેલા રહેવાથઈ પગમાં ચાડા કે સડો પડી જાય છે

દેશના મીઠાના કુલ ઉત્પાદનમાં ૭૦ ટકા મીઠું ગુજરાતમાં પાકે છે. તેમાંથી ૮૭ ટકા મીઠું ઝાલાવાડમાંથી તૈયાર થાય છે. ઝાલાવડના રણકાંઠા વિસ્તારમાં હજારો પછાત અગરિયા પરિવારો પોતાના ભૂલકા સાથે ૮ માસ સુધી ધોમધગતા તાપ અને કડકડતી ઠંડીમાં રાત-દિવસ ૨૪ કલાક કાળી મજુરી કરી રહ્યાં છે. આ કાળી મજુરીના બદલામાં આ નિર્દોષ અગરિયાઓને મળે છે જીંદગી ભરની બળતરા કરાવતો ચામડીનો અસહ્ય રોગ. સતત ખારા પાણીમાં કામ કરવાથી પગમાં ગેંગરીન સહિતની અનેક બિમારીઓ લાગુ પડે છે. ખારા પાણીમાં સતત પગ ડુબેલા રહેતા પગ લાકડાજેવા થઇ જાય છે. મૃત્યુ બાદ અગરિયાને અગ્નિ સંસ્કાર કરતાં આખઉ શરીર બળી જાય પણ પગ સૌથી છેલ્લે બળે  છે.

મીઠુ પકવતા અગરિયામાં ૯૮ ટકાને ચામડીના વિવિધ રોગના ભરડામાં આવી જાય છે. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોનું તંત્ર દ્વારા નિયમિત ચેકઅપ થાય તેવી માંગ ઉઠી છે.