1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મુબઈ , મંગળવાર, 28 ઑક્ટોબર 2008 (10:00 IST)

મુંબઈમાં બસ હાઈજેકરનો કરૂણ અંજામ

રાજકારણ શરૂ થઈ ગયુ

આજે સવારે મુંબઈ શહેર ત્યારે ખલબલી ગયું જ્યારે એક યુવાને બંદૂક હાથમાં લઈને બસને હાઈજેક કરવાનો પ્રયત્ન કર્યો. કુર્લા પાસે બનેલી ઘટનામાં પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં બિહારનાં 23 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ યુવાન રાજ ઠાકરે મળવા માંગતો હતો.

મુંબઈનાં કુર્લા બસ સ્ટેન્ડથી 322 રૂટની ડબલ ડેકર બસમાં એક યુવાન બેઠો હતો. હારથી બે દિવસ પહેલાં 23 વર્ષીય યુવાન રાહુલ રાજ મુંબઈ આવ્યો હતો. તેણે બસમાં બંદૂક કાઢીને પેસેન્જર પાસે મોબાઈલ ફોનની મંગ કરી હતી. તેમજ કંડકટરને પણ ચેનથી બાંધવાની કોશિશ કરી હતી.

આ દરમિયાન ડ્રાઈવર બસને પોલીસ સ્ટેશનની નજીક લઈ ગયો હતો. જ્યાં પોલીસની ટીમે યુવાનને બંદૂક ફેકી દેવા જણાવ્યું હતું. તેણે બંદૂક ફેકી નહીં. અને, ફાયરીંગ કર્યું હતું. જેમાં એક પેસેન્જર ઘાયલ થયો હતો. તેથી પોલીસે પેસેન્જરોનો જીવ બચાવવા માટે ફાયરીંગ કર્યું હતું. જેમાં તેનું મોત નિપજ્યું હતું.

આ યુવાન પટના નજીકનાં કદમકુઆનો રહેવાસી છે. તેણે ડિપ્લોમા કર્યો છે. અને, મુંબઈ નોકરી શોધવા આવ્યો હતો.

જો કે આ અંગે રાજકારણ ગરમ થઈ ગયું છે. રેલ્વે મંત્રી લાલુ યાદવ, બિહારનાં મુખ્યમંત્રી નિતીશકુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને મોડી સાંજે વડાપ્રધાન સાથે બેઠક કરીને આ મુદ્દાની તપાસ કરવાની માંગ કરી હતી. મનમોહનસિંહે તેમને યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી હતી. આ સાથે