1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 જુલાઈ 2014 (15:51 IST)

સરકારે આત્મા અને આઇ કિસાન પ્રોજેકટથી મુશ્કેલીઓ ઘટવાનાં બદલે વધી

ખેડુતોને સુવિધા માટે સરકારે આત્મા અને આઇ કિસાન નામના પ્રોજેકટ અમલ મુકયો છે. પરંતુ ખેડૂતોની સુવિધામાં વધારો થવાને બદલે મુશ્કેલીઓમાં વધારો થયો છે.

રાજય સરકારે કૃષિ દર વધારવા પ્રયાસો હાથ  ધર્યા છે.અને તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આત્મા અને આઇ કિશાન નામના ખેડૂત લક્ષી પ્રોજેક્ટ  શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે  છે. તેમજ આ  પોર્ટલ મારફતે  ઓનલાઇન નોંધણી કરવાથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટં અમલમાં મુકેલા તમામ લાભો તેવો મેળવી શકે છે. પરંતુ ટેકનીકલ સમસ્યાઓ અને  સોફટવેર સંબધી ઘણી સમસ્યાઓને લઇ  ખેડૂતો મુશ્કેલીમાં પડી રહ્યા છે. ત્યારે વાત જો સાબરકાંઠાના 2 લાખ 30 હજાર ખેડુતોની કરીએ તો, હાલમા આ ટેકનીકલ સમસ્યાઓ લીધે માત્ર 27 હજાર ખેડુતોની જ  નેંધણી થઇ છે. અને હાલ નોંધણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

સરકાર તો નોંધણી માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે. છતાં ધીમી નોંધણી પ્રક્રિયા લીધે નોધણીની સમય મર્યાદા પૂરી થતા ખેડુતોની મુશ્કેલીઓમા ઓર વધારો થાય છે.