સાવરકુંડલાથી સુરત જતી લક્ઝરી બસને અકસ્માત, 5ના મોત

વેબ દુનિયા| Last Modified સોમવાર, 27 ફેબ્રુઆરી 2012 (13:01 IST)

સાવરકુંડલાથી જતી લક્ઝરી બસને સરગણની માંગલેજ ચોકડી પાસે સોમવારે વહેલી સવારે 4.30થી 5.30 વચ્ચે નડ્યો હતો. જેના લીધે પાંચના ઘટનાસ્થળે જ જ્યારે અન્ય એક મુસાફરનું બાદમાં મોત નીપજ્યું હતું. જ્યારે 10 મુસાફરોને ઇજા પહોંચતા તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે લક્ઝરી બસ વહેલી સવારે પંચર પડેલા ડમ્પરની પાછળ અથડાઇ હતી જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો. અત્યારસુધીમાં કુલ 4 મૃતકોની ઓળખ થઇ શકી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

મૃતકોનાં નામ
સચિન રાઠોડ (રહે. ભાવનગર, ઉ.વ. 19)
લાભુભાઇ ધોળકિયા (રહે. સુરત)કૈલાસ જશુભાઇ રામાણી (રહે. પાના લીલીયા, અમરેલી)
જૈનીન (રહે. પાના લીલીયા, અમરેલી, ઉ.વ. 5)


આ પણ વાંચો :