1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 25 નવેમ્બર 2014 (15:28 IST)

સોમનાથ-પ્રભાસ પાટણમાં ખૂંટીયાનો અતિશય ત્રાસ

સોમનાથ-પ્રભાસ પાટણમાં રખડતી ગાયો અને ખૂંટીયાનો અતિશય ત્રાસ જોવા મળે છે તાજેતરમાં વેરાવળ-પાટણ નગર પાલીકા દ્વારા રખડતી ગાયો ને પકડવાનું અભિયાન શરૂ કરેલ હતું. પરંતુ સોમનાથ માં આ રખડતી ગાયો અને ખૂંટીયાઓને પકડવામાં આવેલ નથી બહારથી આવતા યાત્રાળુઓ જયારે કોઇ ખાવાની ચીજ ખાસ કરીને મકાઇનાં ડોડા ખાતા હોય છે. ત્‍યારે ગાયો આ ડોડાને ખાવા માટે યાત્રાળુઓ પાછળ દોડે છે અને એક યાત્રાળુઓને પડવાના તેમજ ઇજા થવાના બનાવો બને છે તેમજ શાંતીથી બેઠેલા લોકો હોય છે અને ગાયો અને ખુંટીયા દોડતા આવતા લોકોની દોડધામ મચી જાય છે અને જયારે સામ-સામે આખલા યુધ્‍ધ થાય ત્‍યારે લોકો જીવ બચાવીને દોડવુ પડે છે અને કોઇ યાત્રાળુ કે સ્‍થાનીક લોકો આ ખૂંટીયાની હડફેટે ચડી જાય તો આવી બને અને આ ખુંટીયાની લડાઇમાં અનેક લોકો ઘાયલ થવાનાં બનાવો પણ બનેલ છે. તો વેરાવળ-પાટણ નગરપાલીકાનાં જવાબદાર લોકો યાત્રાળુઓ અને સ્‍થાનીક લોકોને આ રખડતી ગાયો અને ખુંટીયાના ત્રાસમાંથી મુકિત અપાવે અને પાંજરે પુરે તેવી માંગણી કરેલ છે