ગાંધીજીને 'સ્વચ્છતા પરિસર અભિયાન' દ્વારા યાદ કરાયા

વેબ દુનિયા|
P.R
કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, સંચાલિત તમામ શિક્ષણિક વિભાગોમાં 'ગાંધી નિર્માણ દિન' નિમિત્તે 'સ્વચ્છતા પરિસર અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અભિયાનમાં સંસ્થાના ત્રણ કેમ્પસના વિદ્યાર્થીઓ સહિત આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને મકાનોની અંદર-બહાર, આજુબાજુ તેમજ રસ્તાઓની સાફસૂફી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું નિરીક્ષણ સેક્ટર 23 કેમ્પસ ડાયરેક્ટર ડો. સોમભઈ પટેલ, દશરથભાઈ પટેલ, કૌશલ્યાબેન પટેલ. પત્રકારત્વ વિભાગના મિતેશ મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

P.R


આ પણ વાંચો :