1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (17:26 IST)

31મીએ રન ફોર યુનિટીનું આયોજન

ગુજરાતના કર્મચારીઓ, બેરોજગાર યુવાનો તેમજ જાહેર જનતા માટે ગુજરાત જન અધિકાર સંગઠન તેમજ ફિક્સ-પે સંઘર્ષ સમિતિ દ્વારા 3 મહિનાથી ચલાવાતું આંદોલન વધુ વેગીલું બન્યું છે.
 
આ સંગઠનો દ્વારા તેના આગામી દિવસોના કાર્યક્રમો જાહેર કરાયા હતા. જેમાં સરકાર આ મુદ્દાનું નિરાકરણ નહીં લાવે અને સંઘર્ષમાં ઉતરશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરકારને મત નહીં આપવાનો નિધર્રિ જાહેર કરાયો છે. આ ઉપરાંત 11 ઓક્ટોબરે તમામ જિલ્લામાં બેઠક યોજાશે અને 17 ઓક્ટોબરે ગુજરાતભરમાં કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને પોતાના વિભાગના વડાને આવેદન આપશે. 14થી 20 ઓક્ટોબર સુધી વિશાળ રેલી યોજાશે. 30મી ઓક્ટોબરે અમદાવાદમાં રન ફોર ફુલ પે અને 31મીએ રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે