1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (14:13 IST)

સુરત નજીકની ફેક્ટરીમાં આગ લાગી, 100 કરોડ રૂપિયાના નુકસાનનું અનુમાન, કોઈ જાન હાની નહીં

સુરતના માંડવીમાં યાર્ન બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. . આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ ફેક્ટરીના એક પછી એક ચાર પ્લાન્ટમાં પ્રસરી જતાં આગની જ્વાળા દૂર-દૂર સુધી આકાશમાં દેખાઇ રહી હતી. સુરત સહિત અનેક વિસ્તારના 15 જેટલા ફાયર ફાઇટરો સાનીકા ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. ભીષણ આગને કારણે લગભગ 100 કરોડનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. સાનીકા ઈન્ડસ્ટ્રીમાં લાગેલી ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે વહેલી સવારે લાગેલી આગ પર હજુ કાબુ મેળવાયો નથી. ચાર પ્લાન્ટમાં આગ પ્રસરી જતાં આગે વિકરાણરૂપ ધારણ કરી લીધું છે. જેથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આગ ભીષણ હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત સહિત જિલ્લાના તમામ ફાયર ફાયટરોને પહોંચવા સુચના આપવામાં આવી છે. સુરતના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, કોલ લગભગ વહેલી સવારે 5-56 મિનિટનો હતો. કીમ-માંડવી રોડ ઉપર આવેલી યાર્ન બવાનતી સાનીકા ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાની જાણ થતાં ચાર ફાયર ફાઇટરો સાથે તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આગ ફેક્ટરીના એક પ્લાન્ટમાં લાગ્યા બાદ અન્ય ત્રણેય પ્લાન્ટમાં પ્રસરી ગઇ હતી. જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાનીકા ઇન્ડસ્ટ્રીસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.