1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: વડોદરા. , શુક્રવાર, 28 નવેમ્બર 2014 (11:08 IST)

ગુજરાત - ગરીબીથી પરેશાન યુવતીએ Facebook પર ખુદને વેચવાનુ એલાન કર્યુ

શહેરના દક્ષિણી વિસ્તારમાં રહેનારી એક યુવતીએ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી કથળી ગઈ કે તેણે સોશિયલ મીડિયા પર ખુદને વેચવાની જાહેરાત કરી. યુવતીની માતા લકવાગ્રસ્ત છે અને પિતા પણ એક દુર્ઘટનાને કારણે બંને પગના દુખાવાથી પરેશાન છો.  પિતા જ પરિવાર ચલાવતા હતા. પણ હવે તેઓ ઘરે બેસ્યા છે. તેથી પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આનાથી તંગ આવીને પુત્રીએ પોતાની ઈજ્જત દાવ પર લગાવી દીધી છે. 
 
ભાડાથી નાનકડા રૂમમાં રહેનારી આ યુવતીએ બુધવારે સાંજે સોશિયલ મીડિયા પર ખુદને વેચવા સાથે જોડાયેલ ભાવુક પોસ્ટ શેર કરી. ત્યારબાદ તેની પાસે અનેક ફોન આવ્યા. કેટલાકે આવુ કરવાનુ કારણ પુછ્યુ તો કેટલાક મદદ માટે તૈયાર પણ થયા. પણ અનેક લોકો તેને મદદને બહાને ખરીદવા તૈયાર પણ થઈ ગયા હતા. 
 
લોકો મદદને બહાને શિકાર શોધે છે 
 
એક મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યુ કે મને આવુ કરીને ખુદને શરમ લાગી રહી છે. પણ મારી પાસે આ સિવાય કોઈ ઉપાય જ નથી. મને મજબુરીવશ આ પગલુ ઉઠાવવુ પડ્યુ.   અપંગ માતા-પિતાનુ આ દુખ હવે મારાથી સહેવાતુ નથી. 
 
હુ જાણુ છુ કે જે લોકોએ મને ફોન કરી મદદ કરવા માટે કહ્યુ તેઓ ફક્ત મારા શરીરનો સોદો કરવા માંગે છે. જો કે હુ આવુ કરવા નથી માંગતી. સમાજ કે સરકાર તરફથી મને કંઈક મદદ મળે મારી એ જ ઈચ્છા છે. સમાજમાં થયેલા કડવા અનુભવો પરથી હુ કહી શકુ છુ કે 95 ટકા લોકો મારી મદદ કરવાને બહાને મારુ શરીર ઈચ્છે છે.