શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : સોમવાર, 3 ઑક્ટોબર 2016 (14:41 IST)

ગુજરાત સરકારે ગરીબોને આપી દિવાળીની ગિફ્ટ, 36 લાખ BPL પરિવારોને રૂ.108માં 1 કિલો તુવેરદાળ અને તેલ

ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યોજનાઓની જાહેરાત કરી હતી જેમાં દિવાળીના તહેવાર ઉપર બી.પી.એલ. અને અંત્યોદયધારકોને 108 રૂપીયામાં 1 કિલો કપાસીયાનું તેલ અને તુવેરની દાળ આપવામાં આવશે.પોરબંદર શહેરમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી યોજનાઓની જાહેરાત કરી હતી. દિવાળીનો તહેવાર ગરીબ પરિવારો પણ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી શકે તે માટે રાજ્યના 36 લાખ બી.પી.એલ. અને અંત્યોદયધારકોને 108 રૂપીયામાં 1 કિલો કપાસીયાનું તેલ તથા તુવેરની દાળ આપવાની જાહેરાત કરી હતી. આ યોજના માત્ર દિવાળીના તહેવારો પૂરતી જ મર્યાદીત હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્યસરકાર દ્વારા ગરીબ પરિવારોને જે યોજનાનો લાભ આપવામાં આવે છે તે અંગેની માહિતી પણ આપી હતી. દિવાળીના તહેવારોને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતને લઈને ગરીબ પરિવારોમાં આનંદની લાગણી ફરી વળી છે.