શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2016 (15:03 IST)

નોટબંધી બાદ ઈ ટ્રાન્જેક્શન કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે, ભારતની વસતિ ૧૨૧ કરોડ ઇ ટ્રાન્ઝેક્શન ૧૮ કરોડ

ગુજરાતની કુલ વસતિ ૬.૦૩ કરોડથી વધુ છે અને તેની સામે ઇ-ટ્રાન્ઝેક્શન ૩.૫૪ કરોડ થયા છે. આમ, ગુજરાતમાંથી પ્રતિ ૧ હજારની વસતિએ ૫૮૭ લોકો ઇ ટ્રાન્ઝેક્શન કરે છે. પ્રતિ ૧ હજારની વસતિએ સૌથી વધુ લોકો ઇ ટ્રાન્ઝેક્શન કરતા હોય તેમાં લક્ષદ્વિપ મોખરે છે. લક્ષદ્વિપની ૬૪ હજારની વસતિ સામે ૮૬ હજાર ઇ ટ્રાન્ઝેક્શન થયેલા છે. આમ, લક્ષદ્વિપમાંથી સરેરાશ ૧ હજારની વસતિએઓ ૧૩૫૦ ઇ ટ્રાન્ઝેક્શન થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટબંધી બાદ બેંકમાં અપૂરતી રોકડને પગલે નાગરિકોનો હવે ઇ-ટ્રાન્ઝેક્શન તરફ ઝુકાવ વધ્યો છે. ૯ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી ભારતમાંથી કુલ ૧૮.૦૯ કરોડથી ઇ-ટ્રાન્ઝેક્શન થયા છે. ઇ-ટ્રાન્ઝેક્શન કરવામાં ગુજરાત મોખરાના સ્થાને છે. ગુજરાતમાં નોટબંધીના બીજા દિવસથી ૩.૫૪ કરોડથી વધુ  ઇ- ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે.  ગુજરાતમાં કોમર્શિયલ ટેક્સ સહિતની સેવાઓ માટે ઇ-ટ્રાન્ઝેક્શન શરૃ કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર નેશનલ સર્વિસ સ્કિમના સ્વંયસેવકો ગુજરાતના ૧૩૦૦ ગામમાં ડિજિટલ બેન્કિંગ અંગે જાગૃત્તિ ફેલાવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના ૩ હજાર પેટ્રોલ પમ્પમાં આગામી દિવસોમાં પીઓએસ મશિન પણ મૂકવામાં આવશે. આ મશિનનો ઉપયોગ નાણા ઉપાડવા માટે પણ થઇ શકશે. આ પીઓએસ મશિન દૂધનું વેચાણ કરતા ૧૭ હજાર કો ઓપરેટિવ સેન્ટરમાં પણ મૂકવામાં આવશે. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં ઇ-ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધારે ઊંચે જાય તેમ પણ મનાઇ રહ્યું છે.લસૌથી ઓછા ઇ-ટ્રાન્ઝેક્શનની  વાત કરવામાં આવે તો  સિક્કીમ ૩૦૮ સાથે ૩૬મા, અરૃણાચલ પ્રદેશ ૫૨૧ સાથે ૩૫મા, આંદમાન નિકોબાર ૧૧૧૩૩ સાથે ૩૪મા ક્રમે છે. આમ, નવેમ્બર ૨૦૧૫ની સરખામણીએ ગુજરાતના ઇ ટ્રાન્ઝેક્શનમાં ૧.૫૦ કરોડનો વધારો નોંધાયો છે. ભારતની કુલ વસતિ હાલ ૧૨૧ કરોડ છે અને તેની સામે ઇ ટ્રાન્ઝેક્શન ૧૮ કરોડ નોંધાયા છે. આમ, ભારતની કુલ વસતિના ૧૫ ટકા લોકો માંડ નાણાકીય વ્યવહાર માટે ઇ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે. આ માટેનું એક કારણ એ પણ છે કે ભારતની કુલ વસતિના અંદાજે ૪૫ ટકા લોકો આજે પણ ગામડામાં વસે છે કે જ્યાં હજુ ડિજિટ ક્રાંતિ થઇ નથી.