ઉત્તરાર્ધ ઉત્સવ - મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે નર્તન કરશે

modhera
Last Updated: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (18:30 IST)

પ્રાચિ
ન સમયમાં સોલંકીયુગમાં સૂર્યના સાનિધ્યમાં નૃત્યોનો આવિષ્કાર થયો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિરના રંગમંડપમાં સોલંકીકાળમાં આવા નૃત્યની પરંપરા હતી. આવી ઉજળી સાંસ્કૃતિક પરંપરાને જાળવવા આજે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર મોઢેરા ખાતે સૂર્યમંદિરના સાંનિધ્યમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરે છે. ઉત્તરાર્ધનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ તો છે જ સાથે સાથે પારંપરિક અને સાંસ્કૃતિક મહાત્મ્ય પણ એટલું જ છે. દિવસના ઉત્તરાર્ધ એટલે કે સાયંકાળે રજૂ થતા સંગીત નૃત્ય માનવીને તનમનની સ્વસ્થતા આપે છે.
modhera

ભારત વર્ષ શિલ્પ સ્થાપત્યની ભૂમિ છે. તેમાં ગુજરાત સદીઓ જૂની શિલ્પ સ્થાપત્ય અને પુરાતત્વીય ઈમારતો, મંદિરો, મહેલો, વાવો, કિલ્લાઓ વગેરેનો ખજાનો સાચવીને બેઠેલી ગૌરવવંતી ભૂમી છે. ગુજરાત રાજ્યનો મહેસાણા જિલ્લો આવો એક નસીબદાર જિલ્લો છે. જ્યાં મહાન સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીની સમાધી અને હાટકેશ્વર મહાદેવની ભૂમી વડનગર, સિદ્ધપુરનો રૂદ્રમાળ, વડનગરનું કિર્તિ તોરણ, પાટણની રાણકી વાવ અને મોઢેરાનું સૂર્ય મંદિર.
modhera

મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યનું પહેલું કિરણ પડે છે. અને તેનું પ્રતિબિંબ સામે સ્થિત કૂંડમાં જોઈ શકાય છે. હજારો વર્ષ પહેલાં બંઘાયેલો શિલ્પ સ્થાપત્યનો અમૂલ્ય વારસો આજે પણ એટલો અકબંધ છે. મોઢેરા પરિસરમાં ઈ.સ. 1026માં નિર્મિત મંદિરની અદ્ભૂત કોતરણી આપણને ચૂંબકની જેમ મંદિર તરફ આકર્ષે છે. બે ઘડી લોકો કોણાર્ક અને ખજૂરાહોના શિલ્પોને પણ ભૂલી જઈને સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતામાં ડૂબી જાય છે. મંદિરની અંદર અને બહારના દરેક ભાગમાં દેવ દેવતાઓ, ફૂલોના આકારો, મહાભારતના પ્રસંગો અનેક સ્તંભો પર હૂબહૂ કોતરાયેલા જોવા મળે છે. સ્તંભના પેટાળે કોતરાયેલ વાત્સાયન કામસૂત્રના બંધોના નમૂનાઓ સોલંકીકાળના સામાજિક જીવન શિકારની રીતો એવી રીતે કોતરાયેલી છે કે દર્શક જોતા જ તે સમયમાં સરી પડે છે. 
modhera

સૂર્ય મંદિરના સૂર્યકૂંડ એ કોઈ સૂર્ય મંદિરમાં જોવા મળતાં નથી. મોઢેરાનું એક માત્ર સૂર્ય મંદિર છે જે સૂર્ય કૂંડથી દીપે છે. અને અનેરૂ ધાર્મિક મહત્વ ઘરાવે છે. 


આ પણ વાંચો :