1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (12:22 IST)

બળાત્કારના આરોપ બાદ એપોલો હોસ્પિટલમાંથી પાકિસ્તાનના 9 ડોક્ટરોના રાજીનામાં લેવાયા

ગુજરાતમાં બે મોટી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવેલી મહિલાઓ સાથે શારિરીક અડપલાંના કેસ બન્યાં બાદ ગાંધીનગર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં પાકિસ્તાનના 11 ડોક્ટરો ફરજ બજાવતાં હોવાનું પોલીસને તપાસમાં માલુમ પડ્યું હતું. મુળ ઘટનામાં એપોલો હોસ્પિટલમાં   સારવાર માટે દાખલ થયેલી યુવતી પર પાકિસ્તાની તબીબ અને વોર્ડબોય દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ હતું. અપોલો હોસ્પિટલના સત્તાધીશોએ બુધવારે ૯ જવાબદાર પાકિસ્તાની તબીબોના ફરજિયાત રાજીનામા માંગી લીધા હતા. પરતું ઘટના સાથે તેમની કોઇ સંડોવણી બહાર આવી નથી. આ અંગે અપોલો હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરતું સુત્રોએ કયા કારણોસર રાજીનામા લીધા તે અંગે વિગતો આપવા ઇન્કાર કર્યો હતો. આ કેસની તપાસ અંગે હોસ્પિટલના સત્તાધીશોએ શું પગલા લીધા ? તે અંગે અનેક સવાલો ઉભા થતા સત્તાધીશોએ હોસ્પિટલામાં ફરજ બજાવતા મુળ પાકિસ્તાની ૯ તબીબો પાસેથી બુધવારે સવારમાં જ ફરજીયાત રાજીનામા માગી લીધા હતા. જો કે તેમની આ કેસમાં કોઇ સંડોવણી નહી હોવાની માહિતી મળી હતી. એટલું જ નહી એ દિવસે રાત્રે ક્યા તબીબો ફરજ પર હતા? તે અંગેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવીના કેમેરા નું રેકોડિંગ મહત્વનું પુરવાર થશે.