1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 8 એપ્રિલ 2013 (15:12 IST)

અમિત શાહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત

P.R
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તુલસીરામ પ્રજાપતિ હત્યા કેસમાં ભાજપા મહાસચિવ અમિત શાહ વિરુદ્ધ જુદી રીતે સુનાવણી નહી કરવામાં આવે.

કોર્ટે કહ્યુ કે પ્રજાપતિ હત્યા કેસની સુનાવણી સોહરાબુદ્દીન શેખ બનાવટી એનકાઉંટર કેસની સાથે જ ચાલશે.

દરમિયાનમાં સૂત્રોએ એમ પણ કહ્યું કે અમિત શાહ અગાઉ કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સોહરાબુદ્દીન અને તુલસી કેસ એક જ હોવાથી તેમની સામે અલગ ચાર્જશીટની કોઈ જરૂર નથી કે તેમની સામે અલગથી કેસ નોંધવાની જરૂર નથી. એમ મનાઇ છે કે કોર્ટે અમિત શાહની આ દલીલને માન્ય રાખી છે. કોર્ટના આ અવલોકનથી રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તથા વ્યક્તિગત રીતે અમિત શાહને મોટી રાહત મળી છે.

ટોચના ન્યાયલયે કહ્યુ કે પ્રજાપતિ અને સોહરાબુદ્દીનની હત્યાઓ એક ષડયંત્રનો એક ભાગ હતા અને તે માટે જુદી સુનાવણી નથી થઈ શકતી. અમિત શાહને સોહરાબુદ્દીન કેસમાં મળેલ જમાનત યથાવત રહેશે.
આ નિર્ણય પછી સીબીઆઈનુ કહેવુ છે કે હવે અમિત શહાની ધરપકડ નથી થઈ શકતી.