1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2014 (14:46 IST)

ભાજપ દ્વારા રાજ્યસભા માટે નો રીપીટની થિયરી સાથે અણધાર્યા ઉમેદવારોની પસંદગી

P.R
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના એક દાયકાથી વધુના શાસનમાં રાજ્યસભામાં ઉમેદવારોની પસંદગીમા ચાલતી નો રીપીટની થિયરી સાથે અણધાર્યા ઉમેદવારોની પસંદગીનો ચાલી રહેલો ક્રમ જારી રહ્યો હોય તેમ આજે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપે ભાજપના માજી ધારાસભ્યો અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં આવેલા માજી ધારાસભ્યની પસંદગી કરીને કાર્યકરોને સ્તબ્ધ કરી દીધા હતા. ગાંધીનગર બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટણી લડીને સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અડવાણીએ રાજ્યસભામાં જવાનો નનૈયો ભણી દેતા ભાજપની રીટાયર્ડ બાય હર્ટ ની રણનીતિને ઉંધી વાળી દીધી હતી.

ભાજપાના હાઇકમાન્ડે મોડી સાંજે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટેના ઉમેદાવારોની સત્તાવાર યાદી બહાર પાડી હતી જેમાં સૌરાષ્ટ્રની ચુનીભાઇ ગોહિલ અને દલિત સમાજના સંત ચતુરદાસ ટૂંડીયા અને મધ્ય ગુજરાતના લાલસિંહ વડોદીયાનો સમાવેશ થાય છે. ચુનીભાઇ ગોહિલ સૌરાષ્ટ્રના ભાજપના માજી ધારાસભ્ય છે જ્યારે ચતુરદાસ ટુંડીયા પણ સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા બેઠકના માજી ધારાસભ્ય છે. ચતુરદાસ અગાઉ પણ જમાલપુર બેઠક પરથી હારી ચૂક્યા હતા.જો કે ૨૦૧૨ માં તેમને દસાડા બેઠક પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા નહોતા પરંતુ હવે તેમની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે કરવામાં આવી છે.

આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી વખતે સારસા બેઠક કોંગ્રેસે એન.સી.પી.ને ફાળવી દેતા ખફા થયેલા સીટીંગ ધારાસભ્ય લાલસિંહ વાડોદીયા રાતોરાત ભાજપમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસ સાથે છેડો ફાડીને જોડાયેલા વાડોદીયાની પણ ભાજપે રાજ્યસભા માટે પસંદગી કરી છે.