1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By હિંમતનગરઃ|
Last Modified: હિંમતનગરઃ , મંગળવાર, 10 મે 2016 (11:55 IST)

હિંમતનગરમાં પાટીદાર એકતા યાત્રાનું આયોજન

આજે હિંમતનગરમાં પાટીદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભારે તડકા વચ્ચે આજે પાટીદાર શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં કડવા, લેઉઆ અને કચ્છી પાટીદારો જોડાયા હતા. ગરમીના ભારે પ્રમાણ અને સમય મર્યાદાના લઈને કેટલાક રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા. આજે સવારે ઉમિયા સમાજવાડી સહકારી જીનથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. યાત્રા બપોરે હિમ્મતનગરના મહાવીરનગર મહાકાળી મંદિરે પહોંચી હતી. જ્યાં પાટીદારોની સભા થઈ હતી. આમ, હિંમતનગરમાં આજે શાંતિપૂર્ણ મહોલમાં પાટીદાર શોભાયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

રવિવારે વિજાપુરમાં પાટીદારોની બેઠક મળી હતી અને વિવિધ નિર્ણયો લેવાયા હતા. વિસનગરના કાંસામાં ખાપ પંચાયત મોકૂફ રહી હતી, તો આજે હિંમતનગરમાં પાટીદાર એકતાયાત્રાને લઈને વહીવટી તંત્રએ સાબરકાંઠામાં મોબાઈલ નેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સાબરકાંઠા પાસ દ્વારા સોમવારે હિંમતનગરમાં પાટીદાર એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને રવિવારે આખરી ઓપ અપાયો હતો. શહેરમાં જિલ્લાભરની પોલીસની ફોજ ઉતારી દેવાઇ હતી.

પાટીદાર અગ્રણીઓ દ્વારા મહિલા સશકિતકરણ, સ્ત્રી ભ્રૃણ હત્યા, બેટી બચાવો, બેટી પઢાવો તથા શિક્ષણ અંગે જાગૃતિ લાવવા સહિત હકો અને તકો સમાજનો અધિકાર છે તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું