Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન
ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી વસંતપંચમી એવો તહેવાર છે જેને લોકો હર્ષોલ્લાસથી મનાવે છે. આ તહેવારમાં બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. યુવા છોકરીઓ ચળકતાં પીળા કપડાં પહેરી ઉત્સવમાં ભાગ લે છે. પીળો રંગ આ ઉત્સવ માટે એક ખાસ અર્થ રાખે છે કારણકે આ પ્રકૃતિની પ્રતિભા અને જીવનની જીવંતતાનો પ્રતીક ગણાય છે. કેસરિયા ભાત
વસંત પંચમીના અવસર પર લોકો ન માત્ર પીળા રંગાના કપડા પહેરે છે. વસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઇ બનાવામાં આવે છે.વસંતી રાયતુ
ગૃહણીઓ વસંતપંચમીના દિવસે સ્વાદિષ્ટ પકવાન બનાવે છે. વસંત પંચમીમાં પીળો રંગ પ્રમુખ હોય છે, કારણ કે લોકો માત્ર પીળા રંગના કપડા જ નહીં પરંતુ દેવીને ચઢાવવા માટે બનાવાનું ભોજન પણ પીળા રંગનું હોય છે. ઘણાં પારંપારિક પીળા રંગની મીઠાઇઓનું સંબંધી અને ભાઇબંધી વચ્ચે લેવણ-દેવણ પણ કરવામાં આવે છે.
દરેક મીઠાઇઓને પીળા રંગની બનાવા માટે તેમાં કેસર કે પીળો રંગ નાંખવામાં આવે છે. આ તહેવારમાં એક વિશેષ પ્રકારની કેસર હલવા નામની મીઠાઇને આટા, ખાંડ, માવા અને ઇલાયચી પાઉડર બનાવીને ખાય પણ છે. આ ડિશમાં કેસરના રેશાઓથી સ્વાદ આપી શકાય છે. જેના કારણે મીઠાઇઓને પીળો કલર આપી શકાય છે.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો