શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By વેબ દુનિયા|

સ્પેશ્યલ રેસીપી : ત્રિરંગી પુલાવ

સામગ્રી - 250 ગ્રામ ચોખા, 25 ગ્રામ છીણેલુ ચીઝ, 2 મોટી ચમચી ટામેટો સૂપ, સોસ, 25 ગ્રામ લીલા વટાણા, 25 ગ્રામ બટાકા, 2 મોટા ચમચી વાટેલા લીલા ધાણા, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી રાઈ, દોઢ ચમચી મીઠુ, 2 મોટા ચમચી ઘી, 20 કિશમિશ, 3-4 કાજૂ. 

બનાવવાની રીત - સૌથી પહેલા ચોખાને બાફીને ત્રણ ભાગોમાં વહેંચી લો. વટાણા અને બટાકાને બાફી લો. બટાકાના નાના નાના ટુકડા કરો. કિશમિશ થોડીવાર સુધી પાણીમાં પલાળી કાઢી લો.

એક ભાગમાં લીલા ધાણાની ચટણી, વટાણા, અને મીઠુ ઉમેરી અલગ મુકી દો. બીજુ પડ બનાવવા માટે 1 ચમચી ઘી ગરમ કરીને કાજૂના નાના ટુકડા કરી સેકી લો. આમાં કિશમિશ, સોસ,1/2 ચમચી મીઠુ અને ચોખાનો બીજો ભાગ નાખી મિક્સ કરી લો.

એક ચમચી ઘી માં રાઈનો વધાર કરી હળદર, બટાકા નાખી ઉતારી લો. આમા ચીઝ, મીઠુ અને બાકીના ચોખા ભેળવી લો.

એક ડિશમાં 1 મોટી ચમચી ઘી લગાવીને ત્રણે પ્રકારના ચોખા એકની ઉપર એક એક પડ પાથરી હાથ વડે સારી રીતે દબાવી મુકી દો. આને હલકા હાથે ઉલટાવી દો અને કોઈ બીજી થાળીમાં કાઢી લો. તૈયાર તિરંગી પુલાવને ગરમા ગરમ સર્વ કરો.