શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભારતીય રાષ્ટ્રપતિ ચૂંટણી
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (11:46 IST)

BJP Presidential Candidate draupadi murmu - ભાજપે જેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા કોણ છે દ્રૌપદી મુર્મુ?

કોણ છે દ્રૌપદી મુર્મુ?

BJP Presidential Candidate draupadi murmu : ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુ (draupadi murmu) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર હશે. ભાજપની સર્વોચ્ચ નીતિ-નિર્માણ સંસ્થા સંસદીય બોર્ડની બેઠક બાદ મંગળવારે પક્ષ પ્રમુખ જેપી નડ્ડા દ્વારા તેમની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.

કોણ છે દ્રૌપદી મુર્મુ?

દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તે સ્વર્ગસ્થ બિરાંચી નારાયણ ટુડુની પુત્રી છે. મુર્મુના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. 
 
દ્રૌપદી મુર્મુ ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.   1997માં, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ પણ બન્યા.
રાજકારણમાં જોડાતા પહેલા, મુર્મુએ શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું. 
 
દ્રૌપદી મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. દ્રૌપદી મુર્મુ ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી હતી.
 
ઓડિશા વિધાનસભાએ દ્રૌપદી મુર્મુને શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત કર્યા. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું.  તે ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂકી છે. મુર્મુને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વીરેન્દ્ર સિંહે શપથ લેવડાવ્યા હતા.
 
દ્રૌપદી મુર્મુએ જીવનમાં દરેક અવરોધોનો સામનો કર્યો. પતિ અને બે પુત્રો ગુમાવ્યા પછી પણ તેમનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. દ્રૌપદી મુર્મુ પાસે આદિવાસી સમુદાયના ઉત્થાન માટે કામ કરવાનો 20 વર્ષનો અનુભવ છે અને તે ભાજપ માટે એક મોટો આદિવાસી ચહેરો છે