શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 3 મે 2021 (16:00 IST)

KKR vs RCB IPL Match Rescheduled: વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝીટીવ, RCB વિરુદ્ધ મેચ સ્થગિત

આઈપીએલ પર સંકટના વાદળો

કલકત્તા નાઈટ રાઈડર્સ  (KKR) અને રોયલ ચેલેજર્સ બેંગલોર  (RCB)ની વચ્ચે આજે સાંજે રમાનારી આઈપીએલ  (IPL 2021)ની 30મી મેચ સ્થગિત કરવામાં આવી છે. આ સાથે જ હવે આઈપીએલ પર પણ સંકટના વાદળો મંડરાય રહ્યા છે. જે કોરોના વાયરસ (Coronavirus) થા હાલ ભારત સહિત આખી દુનિયા લડી રહી છે, તે આઈપીએલના સખત બાયો બબલને ભેદીને અંદર પહોચી ગયો છે. કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર બનેની રિપોર્ટ પોઝીટીવ આવી છે. આ સાથે જ અનેક ખેલાડી બીમાર છે. છેલ્લા ચાર દિવસમાં બંને ટેસ્ટિંગના ત્રીજા રાઉંડમાં પોઝીટીવ જોવા મળ્યા. ટીમના બાકી સભ્યોની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી છે. બંને ખેલાડી આઈસોલેટ થઈ ગયા છે.  મેડિકલ ટીમ બંને પર નજર રાખી રહી છે અને તેમના આરોગ્યની તપાસ કરી રહી છે 
 
અહેવાલો અનુસાર, પૈટ કમિન્સ સહિત કલકત્તા ટીમના ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બીમાર છે. તેથી, મેનેજમેન્ટે બાકીના લોકોને આઈસોલેટ કરઈ દીધા છે. આ કારણોસર, આરસીબી સામેની મેચ મોકુફ રાખી શકાય છે. એએનઆઈના અહેવાલ મુજબ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝીટીવ છે   અને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કેકેઆર સામે મેદાનમા ઉતરવા માટે ગભરાય રહી છે. 
 
ખભાના સ્કૈન માટે બહાર નીકળ્યા હતા ચક્રવર્તી 
 
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ છે કે વરુણ અને સંદિપ કોરોના પોઝિટિવ આવ્યા છે અને સોમવારે થનારા મુકાબલો સ્થગિત કરી શકાય છે. કલકતાની આ સીઝનમાં પ્રદર્શન સારુ નથી રહ્યુ. ટીમ પોઈંટ ટેબલમાં સાતમા સ્થના પર છે. અત્યાર સુધી કેકેઆરએ રમાયેલ 7 મેચોમાંથી ફક્ત બે મેચ જીતી છે. જ્યરે કે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે છેલ્લી ચાર મેચમાંથી ત્રણ હારી છે. 
 
એવું માનવામાં આવે છે કે ચક્રવર્તી સત્તાવાર ગ્રીન ચેનલ દ્વારા પોતાના ખભાને સ્કેન કરાવવા માટે આઈપીએલના બાયો બબલમાંથી બહાર આવ્યા હતા અને સંભવત આ સમય દરમિયાન તે વાયરસની ચપેટમાં આવી ગયા. દેશમાં વધી રહેલા કોરોના કેસને કારણે બીસીસીઆઇએ થોડા દિવસો પહેલા આઈપીએલમાં સામેલ ખેલાડીઓ માટે બાયો બબલ કડક બનાવ્યો હતો. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા દર બીજા દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે અગાઉ દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ થતો હતો.