સંબંધિત સમાચાર
- IPL 2025 ના નવા શેડ્યુલથી RCB ને થયુ સૌથી વધુ નુકશાન ? ટીમને સ્ટાર ખેલાડીઓની કમી વર્તાશે
- IPL 2025 નો નવો શેડ્યૂલ જાહેર, 6 મેદાનોમાં રમાશે 17 મેચ, જુઓ ફાઈનલની નવી તારીખ
- KKR vs CSK:ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતાને 2 વિકેટથી હરાવીને સિઝનની ત્રીજી જીત મેળવી.
- IPL 2025 Points Table: પ્લેઓફનું ચિત્ર લગભગ સ્પષ્ટ ! SRH vs DC મેચ રદ થયા પછી જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ, જાણો કોણ છે ટોપ-4 માં
- Riyan Parag Net Worth:સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર રિયાન પરાગ કેટલો ધનવાન છે, જાણો તેની કુલ સંપત્તિ
IPL 2025: ‘કરો યા મરો’ ની સ્થિતિમાં 2 ટીમો, 1 મેચ હારતા જ પ્લેઓફની રેસમાંથી થઈ જશે બહાર
IPL 2025:17 મે થી આઈપીએલ 2025 ફરીથી શરૂ થઈ રહી છે. હવે 2 ટીમો માટે કરો યા મરો ની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. અહીથી 1 મેચ હારતા જ આ ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ જશે. IPL 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થતાં તે ફરીથી શરૂ થઈ રહી છે. IPL 2025 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં RCB અને KKR વચ્ચે મુકાબલો થશે. હવે IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને યોજાશે. હવે અન્ય 2 ટીમો માટે કરો યા મરોની સ્થિતિ ઉભી થઈ છે. 1 મેચમાં હાર સાથે, IPL 2025 માં આ ટીમોની સફરનો અંત આવશે.
આ બે ટીમો પર લટકી રહી છે તલવાર
હાલમાં, જો આપણે પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો ગુજરાત ટાઇટન્સ ટીમ પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને, પંજાબ કિંગ્સ ત્રીજા સ્થાને અને મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાને છે. આ ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાને છે. હવે KKR અને LSG માટે કરો યા મરો જેવી સ્થિતિ ઉભી થઈ છે. KKR એ 12 મેચ રમી છે, જેમાંથી ટીમે 5 જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. હવે KKR પાસે 2 મેચ બાકી છે, જો KKR અહીંથી 1 મેચ પણ હારી જાય તો તે IPL 2025 માંથી બહાર થઈ જશે. KKR ની આગામી મેચ RCB સાથે થવાની છે.
#TATAIPL is back in action on 17th May
— IndianPremierLeague (@IPL) May 14, 2025
With the playoff race heating up, which fixture are you most excited for?
Check out the full schedule pic.twitter.com/OoRlYEpAUb
બીજી બાજુ LSG ને IPL 2025 માંથી બાકાત રાખવાનો ખતરો પણ છે. LSG એ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાંથી ટીમે 5 જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, LSG પાસે 3 મેચ બાકી છે અને ઋષભ પંતની ટીમને તે બધી જીતવાની જરૂર છે. લખનૌ સુપર જાયન્ટ્સની આગામી મેચ ૧૯ મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, તેથી LSG આ મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખવા માંગશે.
\Gujarat Titans and RCB lead the IPL 2025 points table with 16 points each, followed closely by Punjab Kings (15 points) and Mumbai Indians (14 points).
— Doordarshan Sports (@ddsportschannel) May 8, 2025
The battle for playoff spots is heating up as the season nears its climax! #IPL2025 #PointsTable @IPL pic.twitter.com/6zepqMAZIh
આ ટીમો થઈ ચુકી છે બહાર
અત્યાર સુધી આઈપીએલ 2025માંથી 3 ટીમો બહાર થઈ ચુકી છે. જેમા ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમનો સમાવેશ થાય છે. આ ત્રણેય ટીમોનુ પ્રદર્શન આ સીઝન દરમિયાન ખૂબ જ ખરાબ રહ્યુ છે.
