શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By ભાષા|

હરભજન, શ્રીસંતનો ઝઘડો ટીકાપાત્ર-મોદી

ચંદીગઢ. આઇપીએલના ચેરમેન લલિત મોદીએ આજે જણાવ્યું હતું કે, હરભજને મેચ દરમિયાન શ્રીસંતને લાફો મારવાની ઘટના ખૂબજ ગંભીર અને નિંદાપાત્ર કહી શકાય, ટ્વેંટી-20 ટૂર્નામેંટમાં બનેલી આ ઘટના સારી ના કહેવાય. લલીત મોદીએ મુંબઈ ઇંડીયનના કાર્યવાહક સુકાની હરભજન સિંહ અને કિંગ્સ ઈલેવન પંજાબના બોલર શ્રીસંત વચ્ચે થયેલા ઝઘડાની ખૂબજ ટીકા કરી છે.

લલીત મોદીએ આજે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, આ એક ગંભીર ઘટના છે અને જે આઈપીએલની ટ્વેંટી-20 ટૂર્નામેંટ માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે આઈપીએલ કમિટીને ઘટનાની અધિકૃત રિપોર્ટ હજુ સુધી મળી નથી. રિપોર્ટ મળ્યા પછી કમિટી પગલાં ભરશે.

શુક્રવાર સાજે મોહાલી ખાતે રમાઇ રહેલી કિંગસ ઈલેવન પંજાબ સામેની મેચમાં મુંબઈ ઇંડિયનનો પરાજય થતાં તેઓએ હારમાં હેટ્રીક મારી હતી. એ હારથી ગુસ્સે થયેલા હરભજને શ્રીસંતને લાફો માર્યો હતો. ત્યારબાદ આ મામલાએ તુલ પકડયો હતો.

લલીત મોદીએ કહયું કે, અમે મેચ રેફરી અને અમ્પાયરનાં રિપોર્ટની રાહ જોઈ રહયા છે અને ત્યાર પછી જ કમિટી પોતાનો નિર્ણય લેશે. ટૂર્નામેંટ આઈસીસી માર્ગદર્શન હેઠળ રમી રહી છે, આ ઉપરાંત ખેલાડીઓ માટે ટૂર્નામેંટની પોતાની ગાઈડલાઈન્સ છે.