રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (13:29 IST)

જાણીતી ટેલિકોમ કંપની Vodafone-Ideaનું ઇન્ટરનેટ બંધ રહેશે

જાણીતી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાના લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધી Vodafone-Ideaનું ઇન્ટરનેટ બંધ રહેશે. ગઇકાલ સાંજથી જ ઘણા યુઝર્સને નેટવર્કના ઇશ્યુ આવી રહ્યાં છે. સાથે જ મોબાઇલ ઇન્ટરનેટ પણ કામ નથી કરી રહ્યું. ઇન્ટરનેટ રિચાર્જ કરાવ્યું હોવા છતાં લાખો યુઝર્સ હાલ ઇન્ટરનેટ સર્વિસ વિહોણા થઇ ગયા છે.
 
2 કલાક સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ રહેવાના કારણે યુઝર્સના ઘણા કામ અટવાઇ પડ્યા છે કારણ કે આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ મોબાઇલ થકી જ થઇ રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી અનેક નોકરિયાત વર્ગને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જો કે કંપની તરફથી આ મુશ્કેલીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.