શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (15:17 IST)

પોલીસ વિભાગમાં 11 હજાર જગ્યાઓ પર ભરતી કરાશેઃ સરકારે જાહેરાત કરી

11 thousand posts will be recruited in the police department
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ગઈકાલે મોટી જાહેરાત કરી 
- ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
- 597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી
 
પોલીસ ભરતીની તૈયારી કરનારા ઉમેદવારો માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં 11 હજાર જેટલી ભરતીઓ કરવાની છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ગઈકાલે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં  597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11 હજાર ભરતી થઈ છે.છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે.
 
597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની ભરતી કરાશે
વિધાનસભામાં ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોલીસ ઘટ અંગેનો સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું  કે,આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષાની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જેમાં 597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરવામાં આવશે. 
 
આ વખતે પોલીસ ભરતી માટે નવા નિયમ 
તાજેતરમાં ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાણકારી આપી હતી કે, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.