મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (00:43 IST)

CBSE Term-2 Exam Date 2022: સીબીએસઈ ધોરણ 10 અને 12ના બીજા ટર્મની પરીક્ષાની તારીખ જાહેર, જલ્દી રજુ થશે પરીક્ષાનુ ટાઈમટેબલ

CBSE Term-2 Exam Date 2022: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10, 12ની સેકન્ડ ટર્મની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. CBSE દ્વારા બુધવારે જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. સીબીએસઈના પરીક્ષા નિયંત્રકે જણાવ્યું કે ટર્મ-2 પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
 
સીબીએસઈએ જણાવ્યું કે ટર્મ-2 થીયરીની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે. આ પરીક્ષાઓ બોર્ડની વેબસાઇટ cbse.nic.in પર આપવામાં આવેલા સૈમ્પલ પેપરના મુજબ હશે. એટલે કે ટર્મ-2 ના પેપર પેટર્ન સેમ્પલ પેપર મુજબ હશે. કોવિડ-19ની સૂચનાઓને અનુસરીને પરીક્ષાઓ ઑફલાઇન લેવામાં આવશે.
 
CBSE ટર્મ-2 ની પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર જવું પડશે, જેમ કે પાછલા વર્ષોની બોર્ડ પરીક્ષાઓમાં થયું હતું.
 
સીબીએસઈ ધોરણ 10, 12 (CBSE Class X and  XII) ની ડેટ શીટ (CBSE Term 2 date sheet 2022) પણ બોર્ડની વેબસાઇટ cbse.nic.in પર ટૂંક સમયમાં રજુ કરવામાં આવશે.
 
સીબીએસઈ બોર્ડની 12મી પરીક્ષામાં દર વર્ષે લગભગ 13 લાખ વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ  ભાગ લે છે.  સાથે જ દેશભરમાંથી લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની 10ની પરીક્ષામાં બેસે છે.
 
2021માં કોરોનાને કારણે પરીક્ષાઓ રદ કર્યા પછી વિદ્યાર્થીઓને વિશેષ ઈવેલ્યુશન ક્રાઈટેરિયા   (આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ) ના આધારે પાસ કરવામાં આવ્યા હતા. રોગચાળાના સંકટને ધ્યાનમાં રાખીને, CBSE એ 2022 માટે બે ટર્મમાં પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું હતું. CBSE ટર્મ 1 ની પરીક્ષાઓ ડિસેમ્બર 2021 માં પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટર્મ 2 ની પરીક્ષાઓ લેવામાં આવશે.