મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 30 ડિસેમ્બર 2020 (19:51 IST)

Sarkari Naukri: યુવાઓ માટે 1.20 લાખ સુધી સેલેરી, કોટન કોર્પોરેશન અઅપી રહ્યુ છે શાનદાર તક

CCIL Recruitment 2021: ભારતીય કપાસ નિગમ લિમિટેડ  (CCIL) એ અનેક પદ પર ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. જેના માટે અરજી પ્રક્રિયા 07 જાન્યુઆરી 2021 સુધી સક્રિય રહેશે. રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે નોકરી સંબંધિત સંપૂર્ણ માહિતી જેવી કે આવશ્યક લાયકાત, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, પોસ્ટ્સની વિગતો વગેરે નીચે આપવામાં આવી રહી છે. 
 
પદની વિગત - 
મેનેજમેન્ટ ટ્રેની (માર્કેટિંગ) - 05 પોસ્ટ્સ.
મેનેજમેન્ટ ટ્રેની (એકાઉન્ટ્સ) - 06 પોસ્ટ્સ.
જુનિયર કમર્શિયલ એક્ઝિક્યુટિવ - 50 પોસ્ટ્સ
જુનિયર સહાયક (સામાન્ય) - 20 પોસ્ટ્સ.
જુનિયર સહાયક (એકાઉન્ટ્સ) - 14 પોસ્ટ્સ.
 
મહત્વપૂર્ણ તારીખ:
અરજી કરવાની શરૂઆતની તારીખ: 09 ડિસેમ્બર 2020
અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ: 07 જાન્યુઆરી 2021
પગાર ધોરણ -  રૂ. 22000 થી 1,20,000 નક્કી કરાયેલ છે
 
 
 
વય મર્યાદા: ઉમેદવારોની અધિકતમ વય 30 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે.
 
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત  મુજબ પદ મુજબ જુદી-જુદી નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ.
અરજી પ્રક્રિયા: રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન  https://cotcorp.org.in/ આ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકે છે. 
 
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
 
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
નોટીફિકેશન લિંક